Charotar Sandesh
સ્પોર્ટ્સ

સ્પિનર રાશિદ ખાનને બેટ્‌સમેન રિષભ પંતથી ડર લાગે છે…

કાબૂલ : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિશભ પંતની પ્રતિભા વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ હજી સુધી તો તે તેની પ્રતિષ્ઠા કે પ્રતિભાને અનુરૂપ દેખાવ કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સદી સિવાય તેણે ખાસ યાદગાર બેટિંગ કરી નથી. તે ગમે ત્યારે તેની વિકેટ ફેંકી દેવા માટે જાણીતો છે તો તેના કીપિંગમાં પણ ઘણી ભૂલો દેખાઈ છે અને તેને કારણે જ અનિયમિત વિકેટકીપર લોકેશ રાહુલને ટી૨૦ અને વન-ડેમાં કીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.

આમ છતાં વિશ્વના સૌથી ખતરનાક મનાતા સ્પિનર રાશીદ ખાનને રિશભ પંતનો ડર લાગે છે. અફઘાનિસ્તાનના આ સ્ટાર સ્પિનરે જણાવ્યું હતું કે જે રીતે રિશભ પંત બેટિંગ કરે છે તેનાથી ડર લાગે છે. ભારતના આ યુવાન બેટ્‌સમેનના ભાથામાં તમામ પ્રકારના શોટ છે. તે ફોર્મમાં હોય ત્યારે તેને રોકવો મુશ્કેલ હોય છે.

અફઘાનિસ્તાનના આ સ્પિનર અને રિશભ પંતનો પહેલી વાર સામનો થયો હતો ૨૦૧૫ની એક ત્રિકોણીય સિરીઝમાં અને ત્યાર બાદ ૨૦૧૬ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં પણ બંને સામસામે રમ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ સાથેની ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં રાશીદે જણાવ્યું હતું કે રિશભે મારી બોલિંગમાં સળંગ ત્રણ સિક્સર ફટકારી હતી અને ચોથા બોલે તેનો કેચ છૂટી ગયો હતો. તેની સામે અમારા તમામ બોલર નિઃસહાય લાગતા હતા. મને યાદ છે કે અંડર-૧૯ ત્રિકોણીય સિરીઝમાં કોલકાતા ખાતે મેં તેની સામે બોલિંગ કરી હતી.

Related posts

રોહિત શર્માનો મુદ્દો ગરમાયો, BCCIએ વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી સાથે કરી વાત…

Charotar Sandesh

મિલ્ખા સિંહનું ઓક્સિજન લેવલ ઘટતા શ્વાસ લેવામાં પડતી હતી મુશ્કેલી, ICUમાં દાખલ…

Charotar Sandesh

ચેન્નાઈ સુપર કિંગ્સની જીત માટે કેપ્ટન ધોનીની દિકરી જીવાએ પ્રાર્થના કરી

Charotar Sandesh