Charotar Sandesh
બોલિવૂડ

સ્પેનિશ ફિલ્મની રિમેકમાં દિવ્યાંગ ખેલાડીઓનો કોચ બનશે આમિર ખાન…

મુંબઈ : થોડા દિવસ પહેલાં બી- ટાઉનમાં ચર્ચા રહી કે આમિર ખાન અને આરએસ પ્રસન્ના સ્પોટ્‌ર્સ ડ્રામા બનાવશે, જેનું પ્રોડક્શન સોની પિક્ચર્સ કરશે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી જાણકારી સામે આવી છે કે આ ૨૦૧૮માં આવેલી સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સની રિમેક હશે. આ ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓના કોચનો રોલ નિભાવી શકે છે. ચેમ્પિયન્સની સ્પેનિશ સ્ટોરીને હિન્દી ભાષી દર્શકો અનુસાર તૈયાર કરવા માટે આમિર અને પ્રસન્નાએ અંદાજે ૪ વખત મીટિંગ કરી લીધી છે. આ એક ઘમંડી અને શરાબી કોચની જર્ની છે,
જે દિવ્યાંગ લોકોની એક ટીમને ટ્રેન્ડ કરે છે. તે ટીમ દુનિયાભરમાં ઘણી ચેમ્પિયનશિપ જીતી જાય છે. ફિલ્મમાં આમિરનો રોલ તેની બદલવાની સ્ટોરી પણ દેખાડશે. ચેમ્પિયન્સ કોમેડી ફિલ્મ હતી જેમાં એક બાસ્કેટબોલ કોચને જબરદસ્તી કમ્યુનિટી સર્વિસનું કામ આપવામાં આવે છે. બોક્સઓફિસ બોલિવૂડની ખબર મુજબ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી રહી છે અને મે- જૂન સુધી આને આમિર ખાન તરફથી ફાઇનલ કરી દેવામાં આવશે. ત્યાં સુધી તે ’લાલ સિંહ ચઢ્ઢા’નું પોસ્ટ પ્રોડક્શન પણ પૂરું કરી લેશે.

Related posts

આ વર્ષે જન્મદિવસ નહિ ઉજવે સલમાન ખાન…

Charotar Sandesh

કોરોનાને માત આપતા એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી કરાયા ડિસ્ચાર્જ…

Charotar Sandesh

તારક મહેતામાં ભીડેનો રોલ કરતાં મંદાર ચાંદવાદકર થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh