નવી દિલ્હી : દેશમાં આજે 73માં સ્વતંત્રતા દિવસને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ આજે હર્ષોલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી, દરેક જગ્યાએ દેશવાસી આઝાદીના આ પર્વને ઉજવ્યું હતું. સ્વતત્રતા દિવસ પર જમ્મુ કાશ્મીરથી એક તસવીર સામે આવી છે. તેમાં સ્કૂલના બાળકો કુપવાડામાં હાથમાં તિરંગો લઇને ઉજવણી કરી રહ્યાં છે. આ તસવીર જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિને જણાવે છે. તે જણાવી રહી છે કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. અહીના લોકો અને નવી પેઢીમાં બદલાવની ઇચ્છે સ્પષ્ઠ દેખાઇ રહી છે. કુપવાડાને આતંકનો ગઢ કહેવામાં આવે છે. આ ખુબજ સંવેદનશીલ વિસ્તાર છે. પરંતુ ગુરુવારે અહીના બાળકો હાથમાં તિરંગો લઇને ડાન્સ કરતા હોવાની તસવીર સામે આવાથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અહીંની નવી પેઢી પણ દેશભક્તિથી ઓતપ્રોત છે. જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકાર તરફથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવી રહ્યાં છે. અહી લોકોમાં ખુશીની લહેર છવાયેલી છે. ગુરુવારના સ્વતંત્રતા દિવસ પર જ્યાં લદ્દાખમાં આઝાદીનો પર્વ સંપૂર્ણ જોશ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ લોકો તેને ખુશીથી ઉજવી રહ્યાં છે.