Charotar Sandesh
ઈન્ડિયા

સ્વતંત્રતા દિવસ : PM મોદીએ સતત છઠ્ઠીવાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો…

મોદીએ અનુચ્છેદ 370 પર કહ્યું – જે કામ 70 વર્ષમાં ન થઈ શક્યું, તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું…

લાલકિલ્લા પર તિરંગો લહેરાવ્યા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા, ત્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદી એકવાર ફરી આઝાદીના જશ્નના અવસરે સાફો પહેરેલા જોવા મળ્યા. ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ PM મોદી લાલકિલ્લા તરફ રવાના થયા.

સમગ્ર દેશ આજે 73મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. જશ્નનો માહોલ છે અને આઝાદી માટે લડેલા દીવાનોની યાદમાં દેશભક્તિના નારા ગૂંજી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી લાલકિલ્લા પર તિરંગો લહેરાવીને દેશને સંબોધન કર્યુ.

બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ લાલકિલ્લાથી નરેન્દ્ર મોદીનું આ પહેલુ ભાષણ છે તેથી આ ભાષણ પર ના માત્ર દેશ પરંતુ સમગ્ર દુનિયાની નજર છે. PM મોદીએ સતત છઠ્ઠીવાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે.

PM મોદીએ કહ્યુ કે આઝાદી બાદ અત્યાર સુધી જેમણે દેશના વિકાસમાં યોગદાન આપ્યુ છે. તેમને પણ તેઓ વંદન કરે છે. નવી સરકારના 10 અઠવાડિયા પણ થયા નથી પરંતુ આટલા ઓછા સમયમાં પણ દરેક ક્ષેત્રમાં કાર્ય કરવામાં આવી રહ્યુ છે. 10 અઠવાડિયાની અંદર જ કલમ 370, 35Aને હટાવવા સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરવામાં એક પગલુ છે. મુસ્લિમ બહેનોના હિત માટે તીન તલાક ખતમ કરીને બિલ લાવવામાં આવ્યુ છે.

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવીને અમે સરદાર પટેલનું સપનું પુરુ કર્યું છે. અનુચ્છેદ 370ને હટાવવો ત્રણ તલાક વિરોધી કાયદો બનાવવો અને આતંકવાદ વિરોધી લડાઈ મજબૂત કરવા જેવા પગલા ભરવા , ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી છે. દેશમાં જળસંરક્ષણની જરૂર છે. આ માટે જળ શક્તિ મંત્રાલય બનાવાયું છે. બાળકો સાથેના અપરાધને સહન નહીં કરવામાં આવે. તેને રોકવા માટે કડક કાયદો બનાવાયો. 2019 બાદનો સમય દેશની આકાંક્ષાઓને પુરો કરવાનો છે.

Related posts

મોદી, શાહ બાદ યોગી દેશના ત્રીજા સૌથી ચર્ચિત નેતા

Charotar Sandesh

Breaking : વિશ્વભરમાં Gmail ઠપ, યુર્ઝસ પરેશાન : ભારતમાં 36.5 કરોડ યુઝર…

Charotar Sandesh

પ્રિયંકા ગાંધીએ કર્યા BJP પર પ્રહારો : મોદી હૈ તો મુમકિન હૈ…દેશ ખતરામાં, અવાજ ઉઠાવો…

Charotar Sandesh