મેલબર્ન,
ઓસ્ટ્રેલિયાનાં એર સેફટી રેગ્યુલેટર્સે સ્વીડનમાં થયેલ પ્લેન ક્રેશને લઈને ૧૫ દિવસ સુધી મહિન્દ્રા એરોસ્પેસનાં GA8 પ્લેનનાં ઉડ્ડયન પર ૧૫ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે. સ્વીડનમાં થયેલી દુર્ઘટનામાં ૯ લોકો મૃત્યુ પામ્ય હતા. સિવિલ એવિએશન સેફ્ટી ઓથોરિટીએ જણાવ્યું કે, ૨૦ જુલાઈથી ૩ ઓગષ્ટ સુધી તમામ GippsAero GA8 વિમાન તેમજ ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ GA8 વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સૂત્રો અનુસાર ઓસ્ટ્રેલિયામાં નિર્મિત GA8 સિંગલ એન્જીન વિમન છે. તે સામાન્યરીતે સ્કાયડાઇવિંગ, પ્રવાસન, એર પેટ્રોલિંગ તેમજ માનવીય મિશન માટે ઉપયોગ કરવામાં આવે છે.
GA8 ૧૪ જુલાઈએ ક્રેશ થયું હતું, જેમાં ૯ લોકો મૃત્યુ પામ્યા હતા. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ તે સ્વીડિશ અને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી સાથે મળીને કામ કરે છે. તે ઉપરાંત યુરોપિયન GA8 વિમાન માલિકોને ઉડ્ડયન પર પ્રતિબંધ મુકવાની સલાહ આપી છે.