Charotar Sandesh
ઈન્ડિયા

હવે જૂનાં વાહનો રાખવા પડશે મોંઘાઃ જાણો, શું છે નવી રૂપરેખા….

નવા વાહનોની સરખામણીએ જૂના વાહનો ૨૫ ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે. જેને કારણે હવે કેન્દ્ર સરકારે જૂના વાહનોને માર્ગો પરથી હટાવવા માટે બ્લ્યુપ્રિન્ટ ફાઇનલ કરી છે…

નવી દિલ્હી,

વર્ષ ૨૦૦૦ અગાઉના વાહનો ખરીદવા અને રાખવા ખર્ચાળ સાબિત થઇ શકે છે. જેમાં ખાસ કરીને કોમર્શિયલ વાહનો પર તેની અસર વધુ જોવા મળશે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ વાહનોને ફરી વખત રજિસ્ટ્રેશન કરાવવા માટે ભારે ટેકસ ચૂકવવો પડી શકે છે જે અગાઉની રજિસ્ટ્રેશન ફી કરતાં 15-20 ગણો વધુ હોઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના વાહનો પર આ ફી વધારો લાગુ થશે. ઘણાં અભ્યાસ થકી જાણવા મળ્યું થયું છે કે, નવા વાહનોની સરખામણીએ જૂના વાહનો ૨૫ ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે. જેને કારણે હવે કેન્દ્ર સરકારે જૂના વાહનોને માર્ગો પરથી હટાવવા માટે બ્લ્યુપ્રિન્ટ ફાઇનલ કરી છે. આ પ્રસ્તાવને આગામી ત્રણચાર મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ પર સરકારનું થિન્કટેન્ક ગણાતું નીતિ આયોગ પૂરજોશમાં કામ કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવ મુજબ જૂના વાહનોને નષ્ટ કરીને નવા વાહનો ખરીદનારને સરકાર તરફથી અમુક ટકા આર્થિક ફાયદો આપવામાં આવી શકે છે. આ સાથે જ રજિસ્ટ્રેશન ફીમાં પણ રાહત મળી શકે છે. સરકાર આ મુદ્દે વાહન ઉત્પાદકો સાથે પણ જૂના વાહનો વેચીને નવા વાહનો ખરીદનારાઓને ડિસ્કાઉન્ટ આપવા અંગે પણ ચર્ચા કરશે. આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર રાજયો સાથે પણ ચર્ચા વિચારણા કરી રહી છે.

Related posts

ISIનું ભયાનક ષડયંત્ર : દિલ્હી-ગુજરાતમાં મોટી ઘટનાને અંદાજ આપી શકે છે આતંકવાદી…

Charotar Sandesh

TMCની હેટ્રિક,DMKને બહુમત, કેરળમાં LDF અને આસામમાં ભાજપ આગળ…

Charotar Sandesh

૧૬મીએ કેજરીવાલની શપથવિધિ, ઉપરાજ્યપાલે આપ્યું આમંત્રણ…

Charotar Sandesh