Charotar Sandesh
બોલિવૂડ

હવે રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ મીડિયા ઉપર લગાવ્યા ગંભીર આરોપ

મુંબઈ : રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ શનિવારે અભિનેત્રીની તરફથી એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહ્યું કે, મીડિયાના એક સમૂહ દ્વારા તેમની વિરૂદ્ધ લગાવવામાં આવેલી અટકળો હેરાન કરનારી છે. માનશિંદેએ નિવેદનમાં કહ્યું કે મેં સુશાંતસિંહ રાજપૂતના મોત સંબંધિત એમ્સના ડોક્ટરોની તરફથી આપેલા નિવેદનને જોયું છે. આખરે ડોક્યુમેન્ટ અને રિપોર્ટ આ સમયે માત્ર એમ્સ અને સીબીઆઈની પાસે છે.
જેને તપાસ પૂર્ણ થયા પછી કોર્ટમાં રજુ કરવામાં આવશે. અમને સીબીઆઈની તરફથી માહિતી આપવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેણે કહ્યું કે, અમે રિયા ચક્રવર્તીની તરફથી હંમેશા એ કહ્યું છે કે સત્યને કોઈપણ પરિસ્થિતિમાં બદલી ન શકાય. મીડિયાના એક સમૂહ દ્વારા રિયાની વિરૂદ્ધ લગાવવામાં આવેલી અટકળો પાયાવિહોણી અને હેરાન કરનારી છે. અમે માત્ર સત્યની પ્રત્યે કાયમ છીએ. સત્યમેવ જયતે.
તેમનું આ નિવેદન મીડિયાના કેટલીક પાયાવિહોણા સમાચારને લઈને કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે એમ્સની ફોરેંસિક ટીમે આ દાવાઓને રદ્દ કરી દીધા છે કે સુશાંતની હત્યા થઈ છે. ટીમે પોતાનો એક રિપોર્ટ સીબીઆઈને સોંપ્યો છે. જો કે આ વિશે એજન્સીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.

Related posts

’મન્નત’ની બાલકનીમાં શૂટ કરતો જોવા મળ્યો શાહરૂખ ખાન, વીડિયો વાયરલ…

Charotar Sandesh

મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે દીપિકા પાદુકોણને ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરાઈ…

Charotar Sandesh

શાહરુખ-પ્રભાસની ટક્કર થશે ઐતિહાસિક, સાલાર અને ડિંકી બતાવશે ભારતીય સિનેમા માટે સૌથી નફાકારક દિવસો !

Charotar Sandesh