Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

હવે, સ્વેટર-ધાબળા-ગોદડા બહાર કાઢજો : ચોમાસાએ લીધી વિદાઇ : ફુંકાશે ઠંડા પવનો…

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં અને રાજયભરમાં આખરે રવિવારથી ઠંડા પવનનો અનુભવ થશે અને આજથી વરસાદ ઓછો થઈ જશે…

અમદાવાદ : સ્વેટર, ધાબળા અને ગોદડાં પેક કરીને પલંગમાં મૂકી દીધા હોય તો હવે તે બહાર કાઢવાનો સમય આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં અને રાજયભરમાં આખરે રવિવારથી ઠંડા પવનનો અનુભવ થશે અને આજથી વરસાદ ઓછો થઈ જશે. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ, ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેણે નવેમ્બરના આંકડાઓમાં 17mm વરસાદનો ઉમેરો કર્યો હતો. ‘દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારોમાં સાયકલોન સકર્યુલેશન યથાવત્ છે’. તેમ IMDના વેબસાઈટમાં જણાવાયું છે.

IMDના આગાહી પ્રમાણે, શહેરમાં લદ્યુત્ત્।મ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિઅસ રહેશે, જે ગુરુવારે ૨૦ ડિગ્રી હતું. જયારે મહત્ત્।મ તાપમાન ૩૧.૩ ડિગ્રી સેલ્સિઅસ હતું. ‘આગામી ૨૪ કલાક દરમિયાન રાજયમાં લદ્યુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને ત્યારબાદ તેમાં ૨-૩ ડિગ્રી સેલ્સિઅસ દ્યટાડો થવાની શકયતા છે, તેમ IMDના અધિકારીએ કહ્યું. હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં શુક્રવાર અને શનિવાર માટે હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી આપી હતી. કચ્છના કેટલાક ભાગોમાં ૪૦ કિમી પ્રતિ કલાકની તીવ્ર ઝડપથી ફૂંકાતા પવનનો અનુભવ થશે.

Related posts

૧૦ મિનીટમાં ૧૦ કરોડની લૂંટ : ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલથી લૂંટારૂ ત્રાટકયા…

Charotar Sandesh

કેનેડામાં બોરસદની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

Charotar Sandesh

રાજ્યની હાઈસ્કૂલમાં ૨૫ અને ગ્રામ્યમાં ૧૮ વિદ્યાર્થી હશે તો વર્ગખંડ બંધ નહીં થાય…

Charotar Sandesh