ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. લોકસભા ચૂંટણી દરમિયાન સિન્હાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધન કરતા વિવાદ સર્જાયો છે.
જયંત સિન્હા રામગઢ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરી રહ્યાં હતા ત્યારે મસૂદ અઝહરને વૈશ્ચિક આતંકવાદી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી પરંતુ આ દરમિયાન તેઓ મસૂદ અઝહર માટે ‘જી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જયંત સિન્હાએ કહ્યું કે આ રાષ્ટ્રની સુરક્ષા માટે મોટી ક્ષણ છે. અમે જે કામ કર્યું છે તેમાં સફળ રહ્યાં છીએ. હવે મસૂદ અઝહરજીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્ચિક આતંકવાદી જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જયંત સિન્હા ઝારખંડના હજારીબાગમાંથી 2019 લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે બિહારના પૂર્વ મુખ્યંત્રી જીતનરામ માંઝીએ મસૂદ અઝહરને ‘સાહેબ’ કહીને સંબોધન કરતા BJP એ ભારે ઉહાપોહ મચાવ્યો હતો.