હાથરસ કેસ મામલે દોષિતોને એવી સજા અપાશે કે ભવિષ્ય માટે ઉદાહરણરૂપ સાબિત થશે : સીએમ આદિત્યનાથ યોગી…
યુપી : ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે હાથરસ ગેંગરેપ કેસ સંદર્ભે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જાતે જ ગુનેગારોને ભવિષ્ય માટે દાખલો બેસાડતી સજા કરવાની વાત કરી છે. ત્યાં જ પ્રારંભિક તપાસ અહેવાલના આધારે હાલના એસપી, ડીએસપી, ઇન્સ્પેક્ટર અને કેટલાક અન્ય લોકો સસ્પેન્સનની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સાથે જ સીએમ યોગીએ વાદીના પ્રતિવાદી વહીવટનાં તમામ લોકોનો વહેલી તકે નાર્કો પોલિગ્રાફ ટેસ્ટ કરાવવાની સૂચના પણ જારી કરી છે. એટલે કે બંને પક્ષો સહિત અધિકારીઓનો પણ નાર્કો ટેસ્ટ લેવામાં આવશે. જોકે આ મામલે ડીએમ પ્રવીણ કુમાર પર પણ કાર્યવાહીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી નથી.
આ સ્થિતિમાં યોગી આદિત્યનાથ હાથરસની વહીવટની ગુંડાગીરી જોયા પછી ગમે ત્યારે ડીએમ અને એસપી વિરુદ્ધ કાર્યવાહીની ઘોષણા કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જે રીતે હાથરસ પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલાનને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે તેનાથી ખૂબ જ નારાજ છે અને ટૂંક સમયમાં પગલા લેવાય તેવી સંભાવના છે.
ત્યાં જ પીડિતાનાં ઘરે જવા પર લગાવવામાં આવેલો મીડિયા પ્રતિબંધ પણ સમાપ્ત થઈ શકે છે. માનવામાં આવે છે કે થો઼ડા સમયમાં જ રાજ્ય સરકાર તેની ઘોષણા કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગેંગરેપ પીડિતાનાં પરિવારે પણ ડીએમ પ્રવીણ કુમાર પર એમ કહીને ગંભીર આરોપો લગાવ્યા છે કે તેઓ પરિવાર પર દાદાગીરી અને દબાણ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
ગુરુવારે હાથરસનો એક વીડિયો પણ બહાર આવ્યો હતો જેમાં જિલ્લાના ડીએમ પીડિત પરિવારને ધમકી આપી દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં તે પીડિત પરિવારને તેમનું નિવેદન બદલવા કહેતા જોવા મળી રહ્યા છે. જો કે, જ્યારે વીડિયો વાયરલ થયો તે અંગે જ્યારે તેમને સવાલ કરાયો તો તેમણે વીડિયોને ખોટો પણ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે પીડિતાનાં પરિવારની હાલત જાણવા માટે ગામ ગયા હતાં.