CPM મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોથી સિદ્ધ થાય છે કે હિન્દુ પણ હિંસક હોઇ શકે છે. તેમણે ગુરૂવારે ભોપાલમાં એક સમારોહમાં કહ્યું કે રામાયણ અને મહાભારત હિંસક ઘટનાઓના ઉદાહરણોથી ભરેલા છે. RSS પ્રચારક એક તરફ આ ગ્રંથોના ઉદાહરણ આપે છે અને પછી કહે છે કે હિન્દુ હિંસક ન હોઇ શકે, આ વાતની પાછળ શું તર્ક છે કે કોઇ એક ધર્મ વિશેષના લોકો જ હિંસા કરે છે અને હિન્દુ નહીં.
યેચુરીએ કહ્યું કે RSS પોતાની પ્રાઇવેટ આર્મી બનાવી રહ્યું છે પરંતુ ગઠબંધન PM નરેન્દ્ર મોદીને સત્તાથી બેદખલ કરી દેશે. આ પ્રસંગે ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ પણ હાજર હતા. તેમણે કહ્યું કે આ સામાન્ય લોકસભા ચૂંટણી નથી પરંતુ બંધારણ બચાવવાની લડાઇ છે.
દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો કે BJPએ બંધારણનો તમાશો બનાવી દીધો છે. બંધારણમાં BJPમાં કોઇ વિશ્વાસ નથી. આ લડાઉ વ્યક્તિઓ વચ્ચે નથી પરંતુ વિચારધારાની લડાઇ છે.