પાયલટે કોંગ્રેસની પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું…
જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી શોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. અશોક ગેહલોતના આ નિવેદનને લઈને રાજસ્થાનના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ગેહલોતે સચિન પાયલોટને લઈને ઇવેદન કરતા જણાવ્યું છે કે તે પહેલેથી જ જાણતા હતા કે સચિન પાયલટ દગાબાજ છે.
સોમવારે અશોક ગેહલોતે સચિન પાયલટ પર સીધો અને આકરો હુમલો કરતા જણાવ્યું હતું કે સચિન પાયલટે કોંગ્રેસની પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું છે. તેમને નાની ઉંમરમાં ઘણું બધુ મળી ગયું હતુ. પરંતુ મને ખ્યાલ હતો પાયલટ નકારા હતા.
આ પહેલા પણ અશોક ગેહલોત સચિન પાયલટ પર નિશાન સાધી ચુક્યા છે. હવે સોમવારે ગેહલોતે કહ્યું કે અમે ક્યારેય પણ સચિન પાયલટ પર સવાલ નથી કર્યો. સાત વર્ષમાં એક રાજસ્થાન જ એવું રાજ્ય છે કે જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બદલવાની માંગણી કરવામાં આવી નહીં.
તેમને વધુમાં જણાવ્યું કે અમે જાણતા હતા કે તેઓ નક્કામા અને બેકાર હતા. પરંતુ હું અહીંયા રીંગણા વેચવા નથી આવ્યો. મુખ્યપ્રધાન બનીને આવ્યો છું. અમે નહોતા ઇચ્છતા કે કોઇ તેમની વિરૂદ્ધ કંઇ પણ બોલે. અમે બધાએ તેમને સન્માન આપ્યું. ગેહલોતે આરોપ લગાવ્યો કે મોટા-મોટા કોર્પોરેટ ફંડિંગ કરી રહ્યા છે. ભાજપ તરફથી ફંડિગ થઇ રહ્યું છે. પરંતુ અમે તેમનું ષડયંત્ર નિષ્ફળ બનાવી દીધું.