Charotar Sandesh
ગુજરાત

હેલ્મેટના કડક નિયમ સામે પોસ્ટર વોર : ૧૫ હજારથી વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો…

રાજકોટ : ટ્રાફિકનાં નિયમો કડક થતા તેનો દંડ પણ ઘણો વધી ગયો છે. ત્યારે રાજકોટમાં હેલ્મેટ વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. જેમાં દોઢ દિવસમાં શહેરનાં ૧૫ હજારથી પણ વધુ લોકોએ સહી કરીને હેલ્મેટ સામે વિરોધ નોંધાવ્યો છે.
જ્યારથી આ હેલ્મેટ પહેરવાનો નવો કાયદો અને દંડનું અમલીકરણ શરૂ થયું છે ત્યારથી રાજકોટવાસીઓ હેલ્મેટ સામે કોઇને કોઇ રીતે વિરોધ નોંધાવી રહ્યાં છે. તો સામે ટ્રાફિક પોલીસ પણ ઝુકવા તૈયાર નથી. થોડા દિવસ પહેલા પણ શહેરમાં લોકોએ હેલ્મેટ તોડીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. ત્યારે તેમણે ચિમકી પણ ઉચ્ચારી હતી કે, જો હેલ્મેટ અંગે પોલીસનું જોર-જુલમ ઓછો નહીં થાય તો સમગ્ર મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. આ મામલામાં જેલભરો આંદોલન કરતાં પણ અમને ખચકાટ અનુભવાશે નહીં.

તો બીજી તરફ શહેરમાં ચાલુ વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૪૦ પૈકી ૬૯ વ્યક્તિઓએ હેલ્મેટ પહેર્યું ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થોડા દિવસો પહેલા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અકસ્માતનાં તમામ મૃતકોના પરિવારજનોને એક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા કે આગામી દિવસોમાં તેઓ જ્યારે પણ વાહન ચલાવે છે, ત્યારે હેલ્મેટ જરૂર પહેરશે.

આ અંગે વિરોધ નોંધાવતા લોકોએ જણાવ્યું કે, ’શહેરમાં હેલ્મેટની જરૂર નથી. ૩૦ની સ્પીડની ઉપર વાહન જવાની કોઇ જ શક્યતા નથી તો હેલ્મેટ શહેરમાં ફરજિયાત બનાવવાને બદલે હાઇવે પર તેનો કાયદો કડક કરો. અહીં ૪૫ ડિગ્રી તાપમાન હોય તો હેલ્મેટ કઇ રીતે પહેરી શકાય.’

Related posts

ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૯-૧૧-૨૦૨૪

Charotar Sandesh

અંબાજીમાં ૧૪ જૂનથી ભક્તો માટે વિનામૂલ્યે ભોજન શરુ કરાશે…

Charotar Sandesh

કૉલેજ-યુનિવર્સિટી માટે યુજીસીની ગાઈડલાઈન્સ જાહેર, એન્ટ્રી સમયે થશે થર્મલ સ્ક્રીનિંગ…

Charotar Sandesh