કોંગ્રેસે ૮૦ ધારાસભ્યોને જયપુરના બ્યૂના વિસ્ટા હોટલમાં રાખ્યા…
ભાજપના તમામ ૧૦૬ ધારાસભ્યોને હરિયાણાના માનેસરમાં ખસેડાયા…
ન્યુ દિલ્હી : મધ્યપ્રદેશમાં રાજકિય કટોકટીમાં બે મુખ્ય પક્ષો સામસામે હોર્સ ટ્રેડીંગથી બચવા પોતપોતાની રાજકિય છાવણીઓ સંભાળી રહ્યાં છે. જેમાં બન્ને ભાજપ અને કોંગ્રસે પોતપોતાના ધારાસભ્યોને સહીસલામત રાખવા જ્યાં પોતાની સરકાર છે તે રાજ્યમાં ખસેડ્યા છે.
મધ્ય પ્રદેશમાં પોતાની સરકારનું રાજકિય સંકટ ટાળવા માટે કોંગ્રેસના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. સીએમ હાઉસથી ૮૦ ધારાસભ્યો એરપોર્ટ માટે રવાના થઈ ગયા છે. કોંગ્રેસ સિવાય તેમાં ૪ અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. દરેક ધારાસભ્યોને ખાસ વિમાનથી જયપુર લઈ જવામાં આવ્યાં હતા. જયપુર-રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોતની સરકાર છે. આ ધારાસભ્યો માટે જયપુરના બ્યૂના વિસ્ટા હોટલમાં ૪૪ વિલા બુક કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, ધારાસભ્યોને જયપુરમાં ૩-૫ દિવસ રોકવામાં આવશે. વિધાનસભાનું સત્ર ૧૬મીથી શરૂ થવાનું છે. જેમાં રાજ્યસભાની ચૂંટણીઓ મહત્વની બની રહે તેમ છે. ઉપરાંત હવે તો ભાજપે સિંધિયાને
મધ્ય પ્રદેશમાં રંગોત્સવ હોળી-ધૂળેટીના દિવસે જ કોંગ્રેસ ધારાસભ્યોના એક પછી એક રાજીનામા આપતાં કમલનાથ સરકાર રાજકિય સંક્ટમાં મૂકાઇ ગઈ હતી. કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવશે તો મધ્ય પ્રદેશ કુલ ૨૩૦ સભ્યો ધરાવતી વિધાનસભાની આંકડાકિય તસવીર બદલાઈ શકે છે. આ સંજોગોમાં બહુમતીનો આંકડો પણ ઘટીને ૧૦૪એ પહોંચી જશે. આ સંજોગોમાં ભાજપ સત્તા પર કબજો જમાવી લે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વધારે ધારાસભ્યો ન તૂટે તે માટે ધારાસભ્યોને જયપુર લાવવામાં આવી રહ્યા છે. જ્યાં તેમને એક રિસોર્ટમાં રાખવામાં આવશે.
મધ્ય પ્રદેશના ભોપાલથી હવે કોંગ્રેસ ધારાસભ્યોને જયપુર લાવવામાં આવી રહ્યા છે. જયપુરમાં આ કોંગ્રેસ ધારાસભ્યોને બ્યૂના વિસ્તા રિસોર્ટમાં રાખવામાં આવશે. અહીં કોંગ્રેસ તરફથી રિસોર્ટમાં ૪૨ રુમ બુક કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપે પણ તેમના ૧૦૬ ધારાસભ્યોને જ્યાં પોતાની સરકાર છે તે હરિયાણાના માનેસર પહોંચાડી દીધા છે. કેમ કે કમલનાથ સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે ભાજપના કેટલાક સભ્યો તેમના સંપર્કમાં છે.