Charotar Sandesh
ગુજરાત

૧૨૩ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે : કૃષિમંત્રી

સરકારી બજેટમાંથી ચુકવાશે ૧૨૩ તાલુકાઓને પાક નુકસાની : ફળદુ

૧ ઑક્ટોબરથી અરજી કરીને મેળવી શકશે આ લાભ…

ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનું ત્રીજું સત્ર શરૂ થયા પહેલા રાજ્ય સરકારે ખેડૂતોને એક જાહેરાતના ખુશખબર આપ્યા છે. ખેડૂતો માટે પોતાના ખેતરની આસપાસ તાર ફેન્સિંગની સહાય મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. કૃષિમંત્રી આર સી ફળદુએ ખેડૂતો માટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તાર ફેન્સિંગ સહાયમાં હવે ખેડૂતો માટે ૫ હેક્ટરની જગ્યા ક્લસ્ટર માન્ય ગણાશે. કૃષિમંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદ પડ્યો છે. અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે તે મુદ્દે પણ જાહેરાત કરવામાં આવી છે. ફળદુએ જણાવ્યું કે, વધુ વરસાદથી જ્યાં પાકને વધુ નુકસાન થયું છે તેવા ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકામાં સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. નાના ખેડૂતને રૂ.૫૦૦૦ની ઓછામાં ઓછી સહાય મળે તેવી જોગવાઈ પણ સરકાર કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. આ વર્ષે પણ નુકશાન થયું છે તેમા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને નુકશાનમાં આવરી લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે ના રિપોર્ટ આવ્યા અને એસડીઆરએફ પ્રમાણે સહાય કરવા જણાવ્યું છે. તાલુકા કક્ષાએ રેન્ડમ સર્વે કરવામાં આવ્યા છે. બિન પિયત ખરીફ સીઝનના કારણે હેકટરની મર્યાદામાં ૬૮૦૦ લેખે ૨ હેકટર સુધી આપી શકશે અને રાજ્ય ફંડમાંથી ૩૨૦૦ ઉમેરો કરી ૧૦ હજાર પ્રતિ હેકટ ૨ હેકટર મર્યાદામાં અપાશે. સુરેન્દ્રનગર જિલ્લાના ૨ લાખ ૧૬ હજાર ૮૬૩ ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળ જવા પર સહાય સીધી ખાતામાં જમા થશે.
ફળદુએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોને ઉલ્લુ બનાવી રહી છે. સરકારે જાહેર કરેલી જાહેરાતનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહી છે. પરંતુ અમે અમારી જાહેરાત પછી પણ જે વિસ્તારો છૂટી ગયા હશે ત્યાં પણ સરવે કરાશે. સરકારની સહાય મેળવવા માટે ખેડૂતોએ ૧ ઑક્ટોબરથી અરજી કરવાની રહેશે. જ્યારે ટેકાના ભાવે જણસીઓ ખરીદી કરાશે તેવું પણ ફળદુએ જણાવ્યું છે. ફળદૂએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં રાજ્યના ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રતિહેક્ટર એસડીઆરએફના ધોરણો પ્રમાણે ૬૮૦૦ મળવા પાત્ર હોય છે. રાજ્ય બજેટમાંથી ૩૨૦૦ ઉમરોને કરીને પ્રતિહેક્ટર ૧૦ હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ૨૦ હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે શરૂ કરાશે પાકની ખરીદી કરાશે. કેટલાક વિસ્તારમાં કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહ્યુ છે.

Related posts

અમિત ચાવડાએ લખ્યો અંબાણીને પત્ર : મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઓક્સિજન આપો…

Charotar Sandesh

દિવાળી તહેવાર પૂર્વે મીઠાઇ-ફરસાણના વેપારીઓ પર ફૂડ અને ડ્રગ્સની રાજયવ્યાપી તવાઇ : જાણો વિગત

Charotar Sandesh

ગુજરાતની વસતી ૨૦૨૧માં વધીને ૬.૬૧ કરોડ પહોંચશે : પોપ્યુલેશન રિપોર્ટ

Charotar Sandesh