ટિકટોકને માઇક્રોસોફ્ટ ખરીદે તેવી શક્યતા…
USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરીથી ચીની એપ્લિકેશન ટિકટોકને ચેતવણી આપી છે. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ટિકિટોકનું વેચાણ નહીં થાય તો ચીનની આ એપને અમેરિકાથી બહાર જવાનો રસ્તો બતાવવામાં આવશે.
ટ્રમ્પે ૧૫ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. ત્યાં સુધી ટિકટોકે માઇક્રોસોફ્ટ અથવા કોઈ અન્ય કંપની સાથે પોતાનો સોદો પૂર્ણ કરવો પડશે. જો આવું ન થાય તો, અમેરિકામાં પણ આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
માઇક્રોસોફ્ટે જણાવ્યું છે કે તે ચીની એપના અમેરિકન વ્યવસાયને ખરીદવા વાતચીત ચાલુ રાખશે. કંપનીએ આ વાત તેના ભારતીય મૂળના ઝ્રર્ઈં સત્ય નાડેલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત બાદ કરી હતી.
ટ્રમ્પે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ પર અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવા માટે ઇમરજન્સી આર્થિક શક્તિ અથવા સરકારના આદેશનો ઉપયોગ કરી શકે છે.
બ્લૂમબર્ગ અને વોલ સ્ટ્રીટ જર્નલને સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે ટ્રમ્પ પ્રશાસન બાઇટ ડાન્સને ટિકટોકના માલિકી હક વેચવાનો આદેશ આપી શકે છે.
તેની સાથે જોડાયેલ ઓર્ડર ૧-૨ દિવસમાં જારી કરી શકાય છે. ઘણા નેતાઓ દ્વારા ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો ટેકો મળ્યો હતો.
- Nilesh Patel