Charotar Sandesh
ઈન્ડિયા

૧૭૯ દેશોમાં કોરોના વાયરસનો પગપેસારોઃ મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર…

૨ લાખી વધુ લોકો સંક્રમિત,ચીનમાં એક પણ નવો કેસ નોંધાયો નથી

અમેરિકામાં ૧૦ હજારથી વધુ લોકો સંક્રમિત, ૧૫૦થી વધુ લોકોના મોત, ઇટાલીમાં સૌથી વધુ ૩૪૦૦

ન્યુ દિલ્હી : કોરોના વાઈરસથી શુક્રવાર સવાર સુધી ૧૭૯ દેશો ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધી ૧૦,૦૩૫ લોકોના મોત થયા છે. જ્યારે ૨,૪૪,૯૭૯ લોકોને ઈન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. સાવી રાત એ છે કે આ દરમિયાન ૮૭,૪૦૮ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન ચીનથી શરૂ થયું હતું. જોકે ત્યાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપીય દેશ ઈટાલીમાં સ્થિતિ વધારે ભયંકર છે. શુક્રવારે સવાર સુધીમાં ચીનમાં મોતનો આંકડો ૩,૨૪૫ હતો જ્યારે ઈટાલીમા આ દરમિયાન ઈન્ફેક્શનના કારણે કુલ ૩,૪૦૫ લોકોના મોત થયા છે. બીજી બાજુ ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થય વિભાગે કહ્યું છે કે, દેશમાં દર ૧૦ મિનિટે એક ઈન્ફેક્ટડ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને દર ૫૦ મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગુરુવાર સુધીમાં ૪૫૩ લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકા હવે તેમની સેનાને પણ મેદાનમાં ઉતારી રહી છે.

ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો આ કોરોના વાયરસનો કહેર હવે દુનિયાભરમાં ફેલાવો કરી રહ્યો છે. આ વાયરસની અસર હાલ ચીન કરતાં પણ સૌથી વધુ ઇટાલીમાં થઇ છે. ચીનથી વધુ લોકોના મોત પણ હાલ ઇટાલીમાં થઇ રહ્યાં છે. સૌથી વધુ મોત ઇટાલીમાં ૩૪૦૫ લોકોના થયા છે. વળી, ચીનમાં ૩૨૪૮ લોકોના મોત થયા છે.
અન્ય દેશોની વાત કરીએ તો આ વાયરસના કારણે ઇરાનમાં ૧૨૮૪, અમેરિકામાં ૧૫૪, સ્પેનમાં ૮૩૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમામાં હાલના સમયે ૨૪૫,૦૭૩ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

Related posts

મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ : વડાપ્રધાને દેશવાસીઓને લખ્યો પત્ર…

Charotar Sandesh

ભારતમાં ૫૦ ટકા લોકો માસ્ક પહેરતા નથી, સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો…

Charotar Sandesh

કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ પોઝિટિવ : બંગાળમાં ૮ શંદાસ્પદ દર્દી…

Charotar Sandesh