Charotar Sandesh
સ્પોર્ટ્સ

૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે આઈપીએલ, આઠ નવેમ્બરે ફાઈનલ મેચ…

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ ૧૯ સપ્ટેમ્બરથી યૂએઈઈમાં શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ આઠ નવેમ્બરે રમાઈ શકે છે. બીસીસીઆઈના ટોચના સૂત્રોએ ગુરુવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ જાણકારી આપી છે. આઈપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક મળશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. કહેવાય છે કે, બીસીસીઆઈએ પોતાની યોજના વિશે ફ્રેન્ચાઈઝીને જાણકારી આપી દીધી છે. બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ કહ્યું કે, ‘પૂરી શક્યતા છે કે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ જશે અને ફાઈનલ આઠ નવેમ્બરના રોજ રમાશે.
આ રીતે આ ૫૧ દિવસ સુધી ચાલશે અને આ ફ્રેન્ચાઈઝી અને પ્રાસરકો ઉપરાંત અન્ય હિતધાકરો માટે અનુકૂળ હશે. આઈસીસીએ ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી૨૦ વર્લ્ડકપ રદ્દ કરવાનો નિર્ણય કર્યા બાદ આઈપીએલનું આયોજન શક્ય થઈ શક્યું છે. પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, આ ટૂર્નામેન્ટ ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી શકે છે.
અધિકારીએ કહ્યું કે, ‘ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર ૧૪ દિવસ સુધી કોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમાં વિલંબથી મુશ્કેલી થઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘આ ૫૧ દિવસના કાર્યક્રમની સારી વાત એ હશે કે તેમાં એક દિવસમાં બે મેચનું આયોજન ઓછું થશે. સાત સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી અમેપાંચ દિવસ બે મેચના આયોજનના મૂળ કાર્યક્રમ પર ટકી રહીશું. દરેક ટીમને પ્રેક્ટિસ માટે એક મહિના સુધીના સમયની જરૂર પડશે અને એવામાં ફ્રેન્ચાઈઝી ૨૦ ઓગસ્ટ સુધીમાં આયોજન સ્થળ પર પહોંચી જશે. તેનાથી તેમને તૈયારી કરવા માટે ચાર સપ્તાહનો સમય મળી જશે.

Related posts

આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ સ્મિથ પ્રથમ સ્થાને, કોહલી-વિલિયમ્સન સંયુક્તપણે બીજા ક્રમે…

Charotar Sandesh

ભારતના અભિષેક વર્માએ તીરંદાજી વર્લ્ડકપમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો…

Charotar Sandesh

ડેવિડ વોર્નર આઇપીએલમાં રમવા માટે તૈયાર…

Charotar Sandesh