Charotar Sandesh
ગુજરાત

૧ લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા હોય તેવું ગુજરાત હવે દેશનું ૧૨મું રાજ્ય…

રાજ્યમાં કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા ૧ લાખને પાર…

ગાંધીનગર : કોરોના વાયરસ નામના રાક્ષસદને હરાવનાર દર્દીઓની સંખ્યા ગુજરાતમાં હવે ૧ લાખને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના ૧,૨૦,૪૯૮ કેસ સામે ૧,૦૧,૧૦૧ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. ૧ લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા હોય તેવું ગુજરાત હવે દેશનું ૧૨મું રાજ્ય છે. કોરોનાથી સાજા થયાના દરને મામલે ગુજરાત ૮૩.૮૦ ટકા સાથે નવમાં સ્થાને છે. આમ ગુજરાતમાં કોરોનાના પ્રત્યેક ૧૦૦માંથી સરેરાશ ૮૪ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. ગુજરાતમાં ૬ ઓગસ્ટથી ૧૮ સપ્ટેમબર દરમિયાન ૫૦૬૭૯ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર અમદાવાદમાં ૮૩.૧૦ ટકા છે. અમદાવાદમાં કોરોનાને કુલ ૩૪૫૮૧ કેસમાંથી ૨૮૮૦૧ દર્દીઓ સાજા થયા છે. સાજા થવાના દરને મામલે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાનો ક્રમ ૧૮મો છે. ડાંગમાં કોરોનાથી સાજા થવાનો દર સૌથી ઓછો ૭૧.૪૦ ટકા છે. બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર સૌથી વધુ ૯૭.૮૦ ટકા છે.
અત્યાર સુધી ૧૫૬૬માંથી ૧૫૩૪ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા સરકારી ચોપડે દર મિનિટે એક નાગરીક કોરોનાની ઝપટે ચઢી રહ્યો છે. શુક્રવારે અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક ૧૪૧૦ નવા કેસ ઉમેરાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતુ. ૨૪ કલાકમાં હોસ્પિટલમાં રાજકોટ અને સુરતમાં ચાર-ચાર, અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ અને ગાંધીનગરમાં બે એમ કુલ મળી ૧૬ દર્દીએ દમ તોડતા આજ સુધીમાં ૩,૨૮૯ ના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. બિનસત્તાવારપણે આ આંકડો વધુ હોઈ શકે છે. ૧૮ સપ્ટેમ્બરને શુક્રવારે કોવિડ-૧૯ની એન્ટ્રીના છ મહિના થયા છે. કોરોના કહેરમાં વરસાદના વિરામ બાદ મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.
આથી, રાજકોટ- અમદાવાદમાં હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છ મહિનાને અંતે ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ ૧,૨૦,૪૯૮ કેસોમાંથી અત્યાર સુધીમાં ૧,૦૧,૧૦૧ દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. શુક્રવાર સાંજની સ્થિતિએ ગુજરાતમાં ૧૬,૧૦૮ દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાંથી ૯૮ને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. શુક્રવારે નવા ઉમેરાયેલા ચેપગ્રસ્તોમાં સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાંથી મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ, જામનગરમાં ચેપના ફેલાવાની તિવ્રતા વધી છે. ગુજરાતમાં કુલ કેસ કેસો પૈકી ૬૦ ટકા કેસ અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લામાં નોંધાયા છે. છ મહિનાને અંતે હવે ડાંગમાં પણ ત્રણ આંકડે કેસની સંખ્યા પહોંચી છે. ૩૩ પૈકી ૧૦ જિલ્લામાં ૪૦૦થી ૧૦૦૦ની વચ્ચે કેસનું પ્રમાણ છે જ્યારે ૧૭ જિલ્લાઓમાં ૧૦૦૦થી વધુ અને ૩૭૦૦થી ઓછા કેસ નોંધાયા છે.

Related posts

રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ : ત્રણ અકસ્માતમાં કુલ ૧૭ના મોતથી હાહાકાર…

Charotar Sandesh

શિક્ષકોના ૨ જગ્યાએ નામ હશે તો ૩ વર્ષ માટે કરાશે ડિબાર્ડ…

Charotar Sandesh

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી…

Charotar Sandesh