મુંબઈ : સમગ્ર દેશ હાલના સમયમાં કોરોના વાયરસ ની મહામારીનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ, કોરોનાના વધતા ખતરાને જોતાં લોકોની સુરક્ષા માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આ લૉકડાઉનના કારણે રોજ મજૂરી કરીને ખાતાં લોકો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મદદ કરવા માટે સરકારની સાથોસાથ બોલિવૂડ સેલિબ્રીટીઝ પણ મદદ માટે આગળ આવી છે. હાલમાં જ મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેમની મદદ માટે આગળ આવ્યા. તેઓએ ૧ લાખ શ્રમિકોની મદદ કરવાની જાહેરાત કરી છે.
અમિતાભ બચ્ચને કોરોના વાયરસ મહામારીની વચ્ચે ઓલ ઈન્ડિયા એમ્પ્લોઇજ કન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ શ્રમિકોની મદદની જાહેરાત કરી છે. મુશ્કેલીમાં મૂકાયેલા આ પરિવારોની મદદ માટે અમિતાભ બચ્ચને માસિક રેશન પૂરું પાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (એસપીએન) અને કલ્યાણ જ્વેલર્સે અમિતાભની આ પહેલનું સમર્થન કર્યું છે. સોની પિક્ચર્સ નેટવર્કે રવિવારે જાહેર નિવેદનમાં કહ્યું કે, જે અભૂતપૂર્વ સ્થિતિમાં આપણે છીએ, તેમાં શ્રીમાન બચ્ચન દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ ઉી છિીર્ ંહી સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સે સમર્થન કર્યું છે. તેના દ્વારા દેશભરમાં એક લાખ પરિવારોના માસિક રેશન માટે નાણા એકત્ર કરવામાં આવશે.
જોકે, એ સ્પષ્ટ નથી કે આ શ્રમિકોને દાનદાતા ક્યાં સુધી માસિક રેશન પૂરું પાડશે. સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાના પ્રબંધ નિદેશક અને સીઈઓ એન. પી. સિંહે કહ્યું કે પોતાની સીએસઆર પહેલ હેઠળ એસપીએને અમિતાભ બચ્ચનની સાથે મળી ભારતીય ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઉદ્યોગના શ્રમિક પરિવારોની મદદ કરવાની પહેલ કરી છે. તેઓએ કહ્યું કે, એસપીએનનું સમર્થન ઓછામાં ઓછા ૫૦ હજાર શ્રમિકો અને તેમના પરિવાર માટે એક મહિનાનું રેશન સુનિશ્ચિત કરશે. અમિતાભ સોની માટે રિયાલિટી ગેમ શૉ કૌન બનેગા કરોડપતિની ૨૦૧૦થી મેજબાની કરી રહ્યા છે.