-
૨૦૧૭-૧૮માં ૫૯૧૬ કેસમાં ૪૧૪૬૭ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી,૧૧ વર્ષમાં ૨.૦૫ લાખ કરોડની છેતરપિંડી થઇ
ન્યુ દિલ્હી,તા.૩
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં બેન્ક છેતરપિંડીના ૬,૮૦૦ મામલા પ્રકાશમાં આવ્યા છે. તેમાં રેકોર્ડ ૭૧,૫૦૦ કરોડના ફ્રોડ થયા. બેન્ક છેતરપિંડીના મામલાની રકમમાં એક વર્ષમાં ૭૩ ટકા વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં ૫,૯૧૬ મામલામાં ૪૧,૧૬૭.૦૩ કરોડ રૂપિયાની છેતરપિડી થઈ હતી. આરબીઆઈએ આરટીઆઈ અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં આ આંકડો જણાવ્યો છે.
આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં એ વાત પ્રકાશમાં આવી છે કે છેલ્લા ૧૧ નાણાંકીય વર્ષમાં ફ્રોડના કુલ ૫૩,૩૩૪ મામલામાં ૨.૦૫ લાખ કરોડ રૂપિયા ફસાયા છે.?
આ આંકડા એટલા માટે પણ મહત્વના છે કે કારણ કે બેન્ક નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ફ્રોડના મોટા મામલાઓ સાથે સંધર્ષ કરી રહી છે. છેતરપિંડીના મોટા મામલાને જોઈને સેન્ટ્રલ વિજિલેન્સ કમીશન(સીવીસી)એ વિશ્લેષણ કરીને ૧૦૦ મોટા મામલાઓનો રિપોર્ટ ગત વર્ષે રજૂ કર્યો હતો. સીવીસીએ તેના રિપોર્ટમાં સ્ટાન્ડર્ડ પ્રોસિજર અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત બનાવવાની સલાહ આપી હતી.
આરબીઆઈના જણાવ્યા અનુસાર છેતરપિંડીના મામલામાં બેન્કોએ ક્રિમિનલ કેસ નોંધાવવા પડે છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે બેન્ક તરફથી એ માહિતી મળી શકી નથી કે કેટલા મામલામાં કાર્યવાહી કરવામાં આવી હતી અથવા કરવામાં આવી રહી છે.