દેશમાં કોરોના ચરમસીમાએ,કુલ પોઝિટિવ કેસો ૩.૨૦ લાખને પાર…
કુલ મૃત્યું પામેલા લોકોની સંખ્યા વધીને ૯,૧૯૫ થઈ,ભારતમાં કોરોનાથી થયેલા કુલ મોત પૈકીના ૨૩% મોત એકલા મુંબઈમાં નોંધાયા, મહારાષ્ટ્રમાં ૫૧ હજારથી વધુ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં…
દિલ્હીમાં તમામ મલ્ટીસ્પેશ્યાલિટી નર્સિંગ હોમને કોવિડ-૧૯ નર્સિંગ હોસ્પિટલ જાહેર કરાઇ…
ન્યુ દિલ્હી : કોરોના મહામારીએ બીજા તહક્કાના લોકલ ટ્રાન્મિશન બાદ હવે જાણે કે ત્રીજા તબક્કાના કોમ્યુનિટી ટ્રાન્મિશનની વાટ પકડી હોય તેમ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે સત્તાવાળાઓ હજુ પણ કોમ્યુનિટી ટ્રાન્મિશનના ખતરનાક તબક્કાનો સતત ઇન્કાર કરી રહ્યાં છે. તો આજે રવિવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ દરમ્યાન કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ વધારારૂપે ૧૨,૦૩૧ કેસો બહાર આવ્યાં હતા. અને ૩૧૧ લોકોના મોત નોંધાયા હતા. તે સાથે કુલ મૃત્યું પામેલા લોકોની સંખ્યા વધીને ૯,૧૯૫ થઈ હતી. તે સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩ લાખ ૨૧ હજાર ૬૨૬ થઈ ગઈ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધારે ૧૨ હજાર ૩૧ નવા કેસ આવ્યા હતા. બીજી બાજુ દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા સરકારે ૧૦થી ૪૯ બેડની ક્ષમતાવાળી તમામ મલ્ટીસ્પેશ્યાલિટી નર્સિંગ હોમને કોવિડ-૧૯ નર્સિંગ હોસ્પિટલ જાહેર કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ નર્સિંગ હોમે ૩ દિવસની અંદર કોરોનાના દર્દીને દાખલ કરવા પોતાને તબીબી સુવિધાથી સજ્જ કરવાની રહેશે. આદેશનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ફરીથી વિડિયો બેઠક યોજવાના છે ત્યારે તેમાં વધતાં કેસોના સંદર્ભમાં કડક પગલા અંગે ચર્ચા થઇ શકે તેમ છે.
બીજી બાજુ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ન્ય્ અનિલ બૈજલ સાથે આજે સવારે ૧૧ વાગે બેઠક યોજાઇ હતી. તેમા આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પણ હાજર રહ્યાં હતાં,. દિલ્હીમાં શનિવારે ૨,૧૩૪ દર્દી વધ્યા હતા. અત્યાર સુધીમાં રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા ૩૮ હજાર ૯૫૮ થઈ છે.
એક માહિતી અનુસાર, ભારતમાં કોરોનાથી થયેલા કુલ મોત પૈકીના ૨૩% મોત એકલા મુંબઈમાં નોંધાયા છે. મુંબઇનો ડેથ રેટ ૩.૬૮% છે જ્યારે અમેરિકાના ૨૨% મોત ન્યુયોર્ક શહેરમાં નોંધાયા છે અને ડેથ રેટ ૬.૪૧% છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, કોરોના વાયરસના અત્યાર સુધી કુલ ૩,૨૦,૯૨૨ કેસ નોંધાયા છે જેમાંથી ૧,૪૯,૩૪૮ સક્રિય છે અને ૧,૬૨,૩૭૯ સાજા થઈ ગયા છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધી સંક્રમણને કારણે મૃત્યું પામેલા લોકોની સંખ્યા વધીને ૯,૧૯૫ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર્માં ૧,૦૪,૫૬૮ કેસની સાથે તમામ રાજ્યોમાં રવિવારે સવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧,૯૨૯ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી ૫૧,૩૯૨ એક્ટિવ કેસ છે અને ૪૯,૩૪૬ લોકો સાજા થઈ ગયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ વધીને ૩,૮૩૦ થઈ ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ૩૮,૯૫૮ થઈ ગઈ છે જ્યારે ૧૨૭૧ લોકોના મોત થઈ ગયા છે.
જ્યારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જાહેર માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૯૨૯ કેસ સામે આવ્યા છે અને ૩૧૧ લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૩ લાખ ૨૦ હજાર ૯૨૨ થઈ ગઈ છે. આ પૈકી ૧ લાખ ૪૯ હજાર ૩૪૮ એક્ટિવ કેસ છે, ૧ લાખ ૬૨ હજાર ૩૭૯ લોકોને સારું થઈ ગયું છે. ૯ હજાર ૧૯૫ લોકોના મોત થયા છે.
કોરોનાના દર્દીઓની સંખ્યાની રીતે ભારતે શુક્રવારે બ્રિટનને પાછળ છોડી દીધું છે કોરોનાના કેસોમાં ભારત દુનિયાનો ચોથો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં ભારત ચોથા સ્થાન પર છે. અમેરિકામાં ૨,૧૪૨,૨૨૪, બ્રાઝિલમાં ૮૫૦,૭૯૬, રશિયામાં ૫૨૦,૧૨૯ કોરોનાના કેસ છે. આંકડા અનુસાર, દેશમાં હાલમાં એક લાખ ૪૯ હજાર કોરોનાના સક્રિય કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં ૫૧ હજારથી વધુ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બીજા નંબરે દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ અને ચોથા નંબર પર ગુજરાત આવે છે.