Charotar Sandesh
ઈન્ડિયા

૨૪ કલાકમાં કોરોનાના ૮૯,૭૦૬ કેસ,૧૧૧૫ના મોત : કુલ કેસ ૪૩ લાખને પાર…

૭ દિવસમાં ટોચના ૪ દેશો કરતાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં…

કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો ૭૩,૮૯૦ થયો,મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૨૦ હજારથી વધુ કેસ અને ૩૮૦ લોકોના મોત,ભારતમાં એક દિવસમાં ૧૧ લાખથી વધુનું ટેસ્ટીંગ, કુલ આંકડો ૫,૫૧,૮૦,૪૬૭૭

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિત કેસોમાં એક વાર ફરીથી ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ સંક્રમણના કેસોમાં થોડો ઘટાડો આવ્યાં બાદ બુધવારના રોજ ફરી ૮૯,૭૦૬ નવા કેસ સામે આવ્યાં છે. આ નવા કેસોની સાથે દેશમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા વધીને ૪૩ લાખ ૭૦ હજારથી પણ વધારે થઇ ગઇ છે. પરંતુ રાહતની વાત તો એ છે કે બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ નફો થયો છે. મળતી જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે ૩૪ લાખ લોકો સાજા થઇ ચૂક્યાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૧૧૫ લોકોના મોત થતા મૃતકોની સંખ્યા વધીને ૭૩,૮૯૦ થઇ ગઇ છે. દેશમાં સંક્રમણના કેસો વધીને ૪૩,૭૦,૧૨૯ થઇ ગઇ છે. જેમાંથી ૮,૯૭,૩૯૪ લોકોની સારવાર ચાલી રહી છે અને ૩૩,૯૮,૮૪૫ લોકો સારવાર બાદ આ બીમારીથી બહાર એટલે કે કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. સંક્રમણના કુલ કેસોમાં વિદેશી નાગરિક પણ શામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને ૭૭.૭૭ ટકા થઇ ગયો છે જ્યારે મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને આ ઘટાડો ૧.૬૯ ટકા છે. જ્યાં ૨૦.૫૩ દર્દીઓની હજી સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર વૈશ્વિક સરેરાશથી પણ ઓછી છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશભરમાં આઠ સપ્ટેમ્બર સુધી કુલ ૫,૧૮,૦૪,૬૭૭ નમૂનાઓની તપાસ કરવામાં આવી. જેમાં મંગળવારના રોજ એક દિવસમાં ૧૧,૫૪,૫૪૯ નમૂનાઓની તપાસ કરવામાં આવી.
ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. વિશ્વના સૌથી વધુ કેસ સામે આવનારા ૩૦ દેશોમાંથી એક અઠવાડિયા દરમિયાન ભારતમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં સામે આવેલા કેસ અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને પેરુમાં વધેલા કેસો કરતાં પણ વધુ છે.
વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. જ્યારે બ્રાઝીલ ત્રીજા નંબરે, રશિયા ચોથા ક્રમે અને પેરુ પાંચમા ક્રમે છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, આ અઠવાડિયે ભારતમાં ૧૬ ટકા સંક્રમણના કેસ વધ્યાં છે. જે સૌથી વધું છે.
રિપોર્ટ અનુસાર, ૩૧ ઓગસ્ટ બાદ ૭ સપ્ટેમ્બર સુધી ભારતમાં ૫,૮૩,૩૬૮ સંક્રમણના કેસો વધ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન અમેરિકામાં ૨,૪૭,૦૯૯ કેસ, બ્રાઝીલમાં ૨,૨૯,૨૪૯ કેસ, રશિયામાં ૩૪,૯૩૨ અને પેરુમાં ૪૨,૮૧૧ લોકો સંક્રમિત થયા છે.

Related posts

મોદી સરકારને ઝટકો : જુલાઇમાં જીએસટી કલેક્શન ઘટી ૮૭,૪૨૨ કરોડે પહોંચ્યુ…

Charotar Sandesh

આગામી હિન્દી ‘કલંક’નો હાલ જાેરદાર રીતે પ્રચાર ચાલી રહ્યો છે

Charotar Sandesh

કલમ ૩૭૦ દૂર થઈ શકે તો રામ મંદિર પણ સરળતાથી બની શકે : તોગડિયા

Charotar Sandesh