Charotar Sandesh
ઈન્ડિયા

૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૮૬,૪૩૨ પોઝિટિવ કેસ : કોરોનાના કુલ કેસ ૪૦ લાખને પાર…

૧૦૮૯ લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક ૭૦ હજારની નજીક : રિકવરી રેટ ૭૭.૨૩ ટકા, ૧૩ દિવસમાં વધી ગયા ૧૦ લાખ કેસ…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતીથી ફેલાઈ રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ ૮૬૪૩૨ કેસ નોંધાતા સંક્રમિતોનો કુલ આંકડો ૪૦૨૩૧૭૯ સુધી પહોંચી ગયો છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૭૭.૨૩ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૦૭૨ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૧૦૭૨૨૩ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૯૫૯૧ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૮૪૬૩૯૫ એક્ટિવ કેસ છે.
દેશમાં વધતા જતા કોરોના કહેર વચ્ચે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૦ લાખ ૨૩ હજાર થઇ ગઇ છે. આ સંક્રમિતોમાંથી ૮,૪૬,૩૯૫ લોકોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ૩૧ લાખ ૭ હજારથી વધારે લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. પરંતુ રાહતની વાત એ છે કે સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ત્રણ ગણી વધારે થઇ ગઇ છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૬૬૦૮૮૨૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૭૪૩૫૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૬૬૦૮૮૨૫ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૦૨૬૧૨૨ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ખુબ ઝડપી વધી રહી છે. ૩૦ લાખથી ૧૦ લાખ એટલે કે ૧૦ લાખનો વધારો થવામાં ૧૩ દિવસનો સમય લાગ્યો છે. તેની પહેલા ૧૦ લાખનો વધારો થવામાં ૧૬ દિવસ લાગ્યા હતા.

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અને રાઇટ હેન્ડ અમર દુબેનું એન્કાઉન્ટર…

Charotar Sandesh

લોન મોરેટોરિયમ : બે કરોડ સુધીની લોન પર માફ થશે ચક્રવૃધ્ધિ વ્યાજ

Charotar Sandesh

ભારતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, એક જ દિવસમાં ૪ લાખ નવા કેસ, ૪૧૯૧ના મોત

Charotar Sandesh