Charotar Sandesh
સ્પોર્ટ્સ

૨૪ માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક…

મુંબઇ : કોરોના વાયરસના કારણે બીસીસીઆઈએ આઈપીએલ ને ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. જોકે આ પછી હજુ સુધી નવી તારીખો અને ફોર્મેટની પર કોઈ નિર્ણય કર્યો નથી. ૧૪ માર્ચે બીસીસીઆઈની બેઠક મળી હતી. જેમાં ઘણા વિકલ્પો પર વાત કરવામાં આવી હતી. જોકે કોઈ નિર્ણય લીધો નથી. હવે આશા કરવામાં આવી રહી છે કે મંગળવારે એટલે કે ૨૪ માર્ચે થનારી બેઠકમાં આના પર નિર્ણય કરવામાં આવશે, આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.
બીસીસીઆઈના સૂત્રએ બતાવ્યું છે કે બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી મંગળવારે આગળની રણનીતિ પર રામ કરશે. બીસીસીઆઈનું કાર્યાલય બંધ થઈ ગયું છે અને બધાની સુરક્ષા જોતા બેઠક હોટલમાં કરાવી શકાય નહીં. જેથી બેઠકને વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવાનો નિર્ણય કર્યો છે.
ફ્રેન્ચાઇઝી માલિકો અને બીસીસીઆઈના ટોચના અધિકારીઓ વચ્ચે થયેલી પાછલી બેઠકમાં આઈપીએલની સિઝન ટૂંકી કરવા સહિત છ થી સાત વિકલ્પો પર વાત કરવામાં આવી હતી. બેઠક પછી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અમે ફ્રેન્ચાઇઝી માલિકો સાથે મૂલાકાત કરી છે અને તેમને બતાવ્યું છે કે કેવી રીતે થઈ શકે અને હાલના સમયે શું સ્થિતિ છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરીશું.
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે ૨૫૦થી વધારે લોકો પ્રભાવિત થયા છે. કોરોનાના કારણે સ્પોટ્‌ર્સની બધી ટૂર્નામેન્ટ રદ થઈ છે અથવા સ્થગિત કરવામાં આવી છે.

Related posts

કતાર ફિફા વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસડર આદિલનો ટેસ્ટ પોઝિટિવ…

Charotar Sandesh

આ ટીમની સમસ્યાઓ સહાયક સ્ટાફ, મેનેજમેન્ટ અને નેતૃત્વની છે…

Charotar Sandesh

સ્મિથનાં કરિયરની સૌથી ધીમી સદી, ૪૨મી સદી પૂરી કરવા ૨૯૦ બોલ લીધા…

Charotar Sandesh