Charotar Sandesh
સ્પોર્ટ્સ

૨૫ ટેસ્ટ સદી પૂરી કરવાના મામલામાં સ્મિથે કોહલીને પાછળ છોડ્યો…

દુબઈ,
એક વર્ષ પ્રતિંબધ બાદ પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૫ ટેસ્ટ સદી પૂરી કરવાના મામલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. સ્મિથે બર્મિધમમાં એશેજ સીરીજ પહેલા ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે બીજી ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૪ અને બીજી ઇનિંગ્સમાં ૧૪૨ રન બનાવ્યા.
૩૦ વર્ષના સ્મિથે ૧૧૯ ઇનિંગ્સમાં તેના કરિયરનો ૨૫મી ટેસ્ટ સદી મારી. જ્યારે કોહલીએ ૧૨૭ ઇનિંગ્સમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. સર ડૉન બ્રેડમૈનને સૌથી ઓછી ૬૮ ઇનિંગ્સમાં ૨૫ ટેસ્ટ સદી ફટકારી હતી.
૬૮ ઇનિંગ્સ – ડૉન બ્રેડમેન
૧૧૯ ઇનિંગ્સ – સ્ટીવ સ્મિથ
૧૨૭ ઇનિંગ્સ – વિરાટ કોહલી
૧૩૦ ઇનિંગ્સ – સચિન તેંડુલકર
૧૩૮ ઇનિંગ્સ – સુનીલ ગાવસ્કર
૧૩૯ ઇનિંગ્સ – મૈથ્યુ હેડન
સ્મિથની એેશેજમાં આ ૧૦મી સદી છે. તેનાથી આગળ હવે માત્ર બ્રૈડમેન (૧૯ સદી) અને ઇંગ્લેન્ડના જેક હૉબ્સ (૧૨) છે. સ્મિથ એશેજ ટેસ્ટીની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પાંચમાં બેટ્‌સમેન બની ગયા છે. ત્યારે ૨૦૦૨માં મૈથ્યુ હેડન બાદ પ્રથમ એવા બેટ્‌સમેન છે જેને એશેજ મેચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી.

Related posts

પોલાર્ડ બન્યો વિન્ડીઝ ટીમનો વનડે-ટી૨૦ કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટી…

Charotar Sandesh

લોકડાઉનમાં વિરાટ કોહલીએ શેર કરેલા પ્રેરણાત્મક વીડિયો પર સાથી ખેલાડીએ કરી મજેદાર કોમેન્ટ…

Charotar Sandesh

સૈનિકો સૌથી વધારે સાહસિક : કોહલી

Charotar Sandesh