Charotar Sandesh
ઈન્ડિયા

૩૧મે બાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વગર મંજૂરીએ જઇ શકાશે…

સીમા પરનો પ્રતિબંધ દુર થાય તેવી શકયતા…

ન્યુ દિલ્હી : લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક બન્યું છે. લોકડાઉનમાં ચોથા તબક્કા પછી એટલે કે ૩૧મી મે પછી રાજ્યોની સરહદો ખોલવામાં આવે તેવી શકયતા છે. એટલે કે રાજ્યોની સરહદો ઉપરનો પ્રતિબંધ દુર થઇ શકે છે.

બીજી તરફ ઘરો સુધી પહોંચેલા મજૂરોને ત્યાં જ રોજગાર આપવા કેન્દ્ર સરકારમાં ઉચ્ચકક્ષાએ પ્રયાસો શરૂ થયા છે. આ માટે સામાજિક કલ્યાણ મંત્રી ગેહલોટના વડપણ હેઠળ પ્રધાનોનું જૂથ રચાયું છે.

લોકડાઉન ચોથા ચરણમાં પહોંચ્યા બાદ અને છુટછાટો સાથે આર્થિક ગતિવિધિને શરૂ કરવામાં મોટી બાધા શ્રમિકોની અછતની છે. રાજ્યોની સરહદો સાર્વજનિક પરિવહન અને ખાનગી પરિવહન માટે બંધ હોવાને કારણે મુશ્કેલી વધી છે. સરકારનો એક વિચાર એ પણ છે કે જ્યારે ટ્રેન દ્વારા લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ શકતા હોય તો માર્ગ વાહન વ્યવહાર પણ ખોલી દેવો જોઇએ. આનાથી લોકોને કામકાજના સ્થળે પહોંચવામાં સરળતા મળશે અને સૌથી વધુ લાભ ઔદ્યોગિક એકમોને થશે જે મોટાભાગના રાજ્યોમાં સરહદી વિસ્તારોમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૧મી મે એ જ્યારે ચોથુ લોકડાઉન પુરૂ થશે તો આ સરહદોને ખોલી શકાશે. દરમિયાન ઘર વાપસી થયેલા મજુરોની વિગતો એકઠી કરવાનું કામ સરકારે શરૂ કર્યું છે કે જેથી તેઓને રોજગાર આપી શકાય.

Related posts

નોકરી બદલવા માગતા ભારતીયો પર આ કારણે લાગ્યો અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં કાઉન્સિલરોની બેઠકમાં આતંકી હુમલો થયો, કાઉન્સિલર અને પોલીસકર્મીનું મોત…

Charotar Sandesh

CISFના જવાનોએ આપવી પડશે સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગત…

Charotar Sandesh