ભારતીય સેના-એરફોર્સ એલર્ટ…
ન્યુ દિલ્હી,
જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકાર દ્વારા સોમવારને આર્ટિકલ ૩૫છ હટાવ્યા બાદ સરકારની તરફથી સુરક્ષાની દ્રષ્ટિથી વધુ એક મોટું પગલું ભર્યું છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, અસમ અને દેશના અન્ય હિસ્સામાંથી ૮૦૦૦ અર્ધસૈનક બળોના જવાનોને વિમાનો દ્વારા જમ્મુ-કાશ્મીર મોકલાઇ રહ્યા છે. રાજ્યમાં સુરક્ષાબળોની તૈનાતી સતત ચાલુ છે. સાથો સાથ ભારતીય સેના અને વાયુ સેના પણ હાઇએલર્ટ પર રાખ્યું છે.
આપને જણાવી દઇએ કે ગૃહ મંત્રાલયે પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦૦૦ વધુ જવાનો તૈનાત કર્યાની જાહેરાત કરી દીધી છે. સોમવારના રોજ જમ્મુના ૮ જિલ્લામાં ૪૦૦૦૦ સીઆરપીએફ જવાનોને તૈનાત કર્યા છે.