ન્યુ દિલ્હી : આયકર વિભાગે પ્રથમ વખત કોઇ દળના ખજાનચીને ધનસંગ્રહ મામલે નોટિસ ફટકારી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ આયકર વિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણીના ખર્ચ માટે ૫૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમ માટે નોટિસ ફટકારી છે.
૨ એપ્રિલ ૨૦૧૯માં આઇટી વિભાગે મધ્ય પ્રદેશના કેટલાક સ્થાનો સહિત ૫૨ જગ્યાએ રેડ કરી હતી. તે બાદ ઓક્ટોબર ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૨૦૨૦માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યાએ રેડ કરવામાં આવી હતી. આ રેડ બાદ આ સમન્સ પાઠવવામાં આવ્યુ છે.
એપ્રિલ ૨૦૧૯ અને ઓક્ટોબર ૨૦૧૯માં રેડ દરમિયાન વિવિધ શહેરોમાં કોંગ્રેસ પાર્ટીના છ નેતાઓના ઘરે તપાસ કરવામાં આવી હતી. ૬ ફેબ્રુઆરી, ૨૦૧૦માં ૪૦ ઠેકાણાની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટા ભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે જોડાયેલી હતી. ૧૧ ફેબ્રુઆરીએ અહેમદ પટેલને તેમના વ્યક્તિગત ઉપસ્થિતિનું સમન્સ મોકલવામાં આવ્યુ. જેમાં તેમણે ૧૪ ફેબ્રુઆરીએ હાજર રહેવા કહેવામાં આવ્યુ હતું અને એક બીજુ સમન્સ પણ પાઠવવામાં આવ્યુ છે.