આણંદ : ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની-અરવિંગ એન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કોલેજ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગ રૂપે NSS વિભાગ દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. એમ. જી. મન્સુરીએ જણાવ્યું હતું કે, વર્તમાન મહામારી અને અજંપા ભર્યા સમયમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે પ્રાણાયામ-યોગ અનિવાર્ય બની ગયા છે. સંતુલિત જીવનની ચાવી નિયમિત યોગપદ્ધતિમાં રહેલી છે.
આ પ્રસંગે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોવીડ ગાઇડલાઇનને અનુસરી યોગ પ્રશિક્ષક તરીકે ચારુસેટ યુનિવર્સિટીના એન્જીનીયરીગ ફેકલ્ટી શ્રી મીનાલ પટેલે યોગ નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે નલિની કોલેજના સમગ્ર સ્ટાફે યોગાસનો કરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોલેજ મધ્યસ્થ સમિતિના ઉપ-પ્રમુખ ડૉ. મીનેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. બી. એમ. ગજેરાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા ડૉ. નીરૂબેન પટેલે આભારદર્શન કર્યું હતું.