નડિયાદ : કપડવંજના ડેન્ટિસ્ટને કોલ કરી આઇસીઆઇસીઆઇ બેંકમાંથી બોલતો હોવાનું કહી ગઠીયાએ એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેના થકી ઓટીપી મેળવી રૂપિયા ૧.૨૫ લાખ ઉપાડી લીધા હતા.
કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજ ના ઘાંચીવાડામાં રહેતા ડૉ. ફરહાન શેખ કુબેરનગર ચોકડી ખાતે ડેન્ટલ ક્લિનિક ચલાવે છે ICICI બેંકમાંથી તેમણે લીધેલી લોનનો હપ્તો કપાયો ન હોવાથી ગુગલ પ્લે સ્ટોરમાંથી કસ્ટમરકેર નંબર મેળવી કોલ કરતા અજાણ્યા શખ્સે ICICI બેંકમાંથી બોલતો હોવાનું કહી હપ્તો ભરવા એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી માહિતી ભરાવી હતી.
દરમિયાન ફોનમાં બેંકના ઓટીપી આવ્યા બાદ એકાઉન્ટમાંથી રૂપિયા કપાયા હતા જેથી તેમણે એટીએમમાં જઈ રૂપિયા ૨૫૦૦૦ ઉપાડી લીધા હતા જો કે ગઢીયાએ રૂપિયા ૧.૨૫ લાખ પાંચ ટ્રાન્જેક્શન થકી નાણા ઉપાડી લેતા કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
Other News : NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધબારણે બેઠક : કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન થશે તેવી ચર્ચા