Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણમાં ૧.૪૭ લાખ કિલો લીંબુ અને મરચાના અથાણું તૈયાર કરાયું

વડતાલ શ્રી સ્વામિનારાયણ

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે ૧.૪૭ લાખ કિલો લીંબુ – મરચાના અથાણાંનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

૯૦ હજાર કિલો મરચાં, ૩૦ હજાર કિલો લીંબુ, ર૪ હજાર કિલા મીઠું અને ૩ હજાર હળદર વપરાઈ

પહેલાના જમાનામાં લોકો દૂર – દૂરથી મંદિરમાં પગપાળા દર્શનાર્થે આવતા હતા તે સાથે જમવા માટે ભાથું પણ લઇને આવતા હતા. એ સમયે મંદિર પરિસરમાં બેસીને જમતા હતા ત્યારે મંદિર તરફથી મરચાં અને છાસ આપવામાં આવતી હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

વડતાલ મંદિરના કોઠારી ડો, સંત સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરોમાં લાડુ, પેંડા. મૈસુર, મગસ, મોહનથાળ વિગેરે પ્રકારની મીઠાઇનો પ્રસાદ આપવામાં આવતો હોય છે પરંતુ વડતાલધામમાં ચાલી આવતી પરંપરા મુજબ અહીંયા લીંબુ – મરચાંના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. અહીના આથેલા મરચાંનો મહિમા છે.

મંદિરના શ્રી શ્યામવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, સુરત અને અન્ય સ્થળોએથી લાંબા લીલા મરચાં આવે છે. તેને ધોયા બાદ ૨૦૦થી વધુ ભાઇ – બહેનો કાણાં પાડી તેમાં લીંબુ, મરચું, હળદર ભેળવવામાં આવે છે અને અથાણાં માટે તૈયાર કરેલા લાકડાંની ૧૦૦ ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે. જેને બે માસ સુધી અથાવવામાં આવે છે. ચાલુ વર્ષે ૯૦ હજાર કિલો મરચાં, ૩૦ હજાર કિલો લીંબુ, ૨૪ હજાર કિલો મીઠું અને ૩ હજાર કિલો હળદરનો ઉપયોગ કરીને કુલ ૧ લાખ ૪૭ હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.

Other News : આણંદના પ્રખ્યાત ઠક્કર ખમણવાળાની પત્નીનું મોત : હત્યા થયાની આશંકાએ પોસ્ટમોટમ કરાયું, સમગ્ર મામલો પોલીસમાં

Related posts

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની વાર્ષિક સાધારણ યોજાઈ : ૬૧ હજાર કરોડનું ટર્નઓવર કર્યું

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા બેઠક યોજતા કલેક્ટરશ્રી

Charotar Sandesh

લોકડાઉન દરમ્યાન આણંદ BAPS સંસ્થા દ્વારા એક લાખ લાભાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા…

Charotar Sandesh