Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

અડાસ ગામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં ૧૫ નબીરાઓ ઝડપાયા : ૨૦.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત

અડાસ ગામના એક ફાર્મ હાઉસ

આણંદ : લોકલ ક્રાઈમ બ્રાંચ અને વાસદ પોલીસે અડાસ ગામના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી ૧૫ જેટલા નબીરોઓને કુલ ૨૦.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે રવિવારની મોડી રાત્રે બાતમી આધારે અડાસ ગામના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.આ દરોડામાં દારૂની મહેફિલ માણતા ૧૫ નબીરાને પકડી પાડી તેમની પાસેથી ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ નબીરાઓમાં મોટા ભાગના આણંદ-વડોદરાના છે. આ પાર્ટી વડોદરાના કૂખ્યાત રાજુ ઉર્ફે બેટરીએ પોતાના જન્મ દિવસ નિમિત્તે યોજી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ દરોડામાં ફાર્મ હાઉસનું દ્રશ્ય જોઇ પોલીસ પણ ચોંકી ગયેલ, જયરાજના ફાર્મ હાઉસના બહારના ભાગે કમ્પાઉન્ડ વોલવાળુ જણાયું હતું, જેનો મુખ્ય ગેટ ખુલ્લો હતો. અંદર જતાં પાર્કીંગ મુકી ફાર્મહાઉસનું બિલ્ડીંગ આવેલું હતું. તેની જમણી બાજુ તારની ફેન્સીંગવાળી ખુલ્લી જગ્યામાં વચ્ચે ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે ખુરશી મુકી લંબચોરસ આકારમાં ટેબલ ગોઠવી ખુરશીઓ સામસામે ૧૫ જેટલા ઇસમો બેઠાં હતાં. તેઓને પોલીસે કોર્ડન કરી જે તે સ્થળે બેસવા જણાવ્યું હતું.

પોલીસ કાર્યવાહી દરમિયાન નબીરાઓની પુછપરછ કરતાં તે રાજાપાઠમાં હતાં

આ ગુનામાં અડાસ જયરાજ પરમારના ફાર્મ હાઉસ ઉપરથી દારૂની મહેફિલમાં ઝડપાયેલ ઈસમોમાં રાજુ ઉર્ફે બેટરી મહંમદ રાણા (રહે. વડોદરા), રીઝવાન સિકંદર રાણા (રહે.નાપા), સદ્દામ અશરફ રાઠોડ (રહે.વડોદરા), સંદીપ નટવર રાણા (રહે.ગોરવા), નુરઅહેમદ અબ્દુલ મકવા (રહે. નાપાવાંટા), ઇમરાન ફૈજમહંમદ ખાન (રહે.વડોદરા), સંજય રણજીત રાણા (રહે.વડોદરા), શકીલ સિકંદર રાણા (રહે.નાપા વાંટા), સોએબ ઇસુબ દુધવાલા (રહે.વડોદરા), જાવેદ ગુલામ દુધવાલા (રહે.વડોદરા), કમરૂદ્દીન રમણ રાઠોડ (રહે.વડોદરા), અબ્દુલ ઈબ્રાહીમ વ્હોરા (રહે.ગોરવા), હસન ઉર્ફે કાળુ દીલુબા રાણા (રહે.નાપા વાંટા), રીયાઝ જશુબા રાણા (રહે.નાપા વાંટા), ઇમરાન અનવર વાઘેલા (રહે.વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

Other News : PM મોદી એક્શનમાં : ગુજરાત ભાજપ નેતાઓ સાથે બંધ બારણે યોજી બેઠક : ચૂંટણીની રણનીતિ તૈયાર, જુઓ

Related posts

આણંદ અને પેટલાદ તાલુકાના કેટલાંક વિસ્‍તારોને Containment Area તરીકે જાહેર કરાયા

Charotar Sandesh

તમાકુના વેચાણ માટે પુનઃ હરાજીમાં વેપારીઓ હાજર નહીં રહે, તો ગાંધી ચિધ્યા માર્ગે જવાની ચીમકી…

Charotar Sandesh

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી, જુઓ તસ્વીરો

Charotar Sandesh