નૈનીતાલ : ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદને કારણે ૧૭ લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ ૧૦૦ જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જેથી રેસક્યુ ઓપરેશન અહિયા યથાવત રાખવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ રામગઢ ગામમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અહીયા અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયા છે. વાદળ ફાટતા ઘણા બદા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આસંકા છે. જેથી પોલીસ અને પ્રશાસન પણ સ્થળ પર પહોચીને બચાવની કામગીરીમા લાગી ગઈ છે અને ઘાયલોને બચાવામાં આવી રહ્યા છે.
નૈનીતાલના ઉધમસિંહ નગરમાં ભારે વરસાદને કારણે લોકોને બચાવા માટે વાયુસેના હેલિકોપ્ટર લઈને પહોચી ગઈ છે. હાલ અહીયા ૧૦૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. જેથી બધાને બચાવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નદી ઓવરફ્લો થવાને કારણે નદીનનું પાણી હોટલ અને રિસોર્ટમાં ઘુસી ગયું છે. જેથી રિસોર્ટનો રસ્તો બંધતો બંધ થઈ ગયો છે.
પોલીસના કહેવા પ્રમાણે રામગઢ જિલ્લામાં અમુક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે
જોકે હજું પણ ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયેલા છે. જોકે કુલ કેટલા લોકો કાટમાણ નીચે દબાયા છે. તેના વીશે હજું કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી શકી.પોલીસના કહેવા પ્રમાણે ઉત્તરાખંડના રામનગરથી રાનીખેત જવા વાળા રસ્તા પર મોહાન લેમન ટ્રી રિસોર્ટમાં કોસી નદીનું પાણી ઘુસી ગયું છે. જેના કારણે અહીયા ૧૦૦ જેટલા લોકો ફયાલેયા છે. જોકે તેઓ ત્યા સુરક્ષીત છે અને તેમનું રેસ્ક્યું કરીને તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
Other News : મધ્યપ્રદેશમાં વેક્સીન લેવાની ના પાડી તો તંત્રએ વીજ સહિત બધા કનેક્શન કાપી નાંખ્યા !