Charotar Sandesh
ગુજરાત

મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ સહિત ૧૫ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે…

અમદાવાદ : તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખવાની સાથે કોરોના સંક્રમણ ઘટવાની આશાએ વેસ્ટર્ન રેલવે દ્વારા નવી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે આગામી દિવસોમાં તેજસ એક્સપ્રેસ સહિત ૧૫ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા માહિતી પ્રકાશિત કરતાં જણાવ્યું હતું કે વધુ ૧૫ ટ્રેનો આ મુજબ છે
-મુંબઈ સેન્ટ્રલ-ઇન્દોર સુપરફાસ્ટ સ્પેશ્યલ અવંતિકા એક્સપ્રેસ (દૈનિક) – મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશ્યલ સૌરાષ્ટ્ર મેઇલ -બાન્દ્રા ટર્મિનસ-રામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) – બાન્દ્રા ટર્મિનસ-લખનઉ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) – બાન્દ્રા ટર્મિનસ – ભુજ એ.સી. વિશેષ એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) – બાન્દ્રા ટર્મિનસ – એચ. નિઝામુદ્દીન વિશેષ યુવા એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન દોડાવવામાં આવશે. વલસાડ-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશ્યલ એક્સપ્રેસ (સાપ્તાહિક)- વલસાડ-પુરી સુપરફાસ્ટ સ્પેશ્યલ એક્સપ્રેસ (સાપ્તાહિક)- સુરત-ભાગલપુર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ
(દ્વિ-સાપ્તાહિક)- ઉધના-દાનાપુર વિશેષ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)વડોદરા-વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક)- ભાવનગર – આસનસોલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) – ડૉ..આંબેડકર નગર – કામૈયા વિશેષ એક્સપ્રેસ (સાપ્તાહિક) – મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ (ગુરુવાર સિવાય) ૧૧ ઓક્ટોબરથી ટ્રેનનું બુકિંગ શરૂ થશે જે પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર નિર્ધારિત થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસીના વર્તમાન આરક્ષણ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે.

Related posts

જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં એટીએસ ટીમે માસ્ટર માઈન્ડ સહિત ૧૫ની અટકાયત

Charotar Sandesh

ગાંધીના ગુજરાતમાં રસ્તાના ખાતમુહૂર્તમાં બીટીપીના ધારાસભ્યએ દારૂનો અભિષેક કર્યો…

Charotar Sandesh

રાજ્ય સરકારે માસ્ક ન પહેરતા લોકો પાસેથી ૧૧૪ કરોડનો અધધ….દંડ વસૂલ્યો…

Charotar Sandesh