Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ રેલવે સ્ટેશનનું ૩ વિંગ મોડેલ : રેલવે સ્ટેશનની આ છે ખાસિયત, જુઓ

આણંદ રેલવે સ્ટેશન

કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સોંપેલ ટાસ્કને વિદ્યાનગરના ૧૦ વિદ્યાર્થી અને ૬ પ્રોફેસરે ૧૦૦ દિવસમાં પૂર્ણ

આણંદ : વિવિનગર સ્થિત સીવીએમ સંચાલિત જીસેટ કોલેજના ઓડિટોરિયમ ખાતે ૭મી ઓક્ટોબરે યુવાનો માટે સંવાદ યોજાયેલ, જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એન્જિનિયરિંગના ૫ વિદ્યાર્થીઓને આણંદ રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ મોડેલ ૧૦૦ દિવસમાં તૈયાર કરવાની કામગીરી સોંપતો પત્ર આપેલ, જે મોડેલ તૈયાર કરી કેન્દ્રીય રેલવે મંત્રાલયમાં મોકલી આપેલ.

જે બાદ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના ૧૦ વિદ્યાર્થીઓ અને ૬ પ્રોફેસરોએ મળીને વિદ્યાર્થીઓ દ્વારા મોડેલને થ્રીવિંગ્સ સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયેલ, જેમાં ત્રણ વીંગને ત્રિભુવનદાસ વીંગ, વિદ્યા વીંગ, સરદાર વીંગ નામ અપાયેલ.

નવું બનનાર રેલવે સ્ટેશનની આ છે ખાસિયત

  • સ્માર્ટ ટિકિટ બૂકિંગ ફેસીલીટી : મોબાઈલ એપથી ટિકિટ બૂકિંગ કરી શકાશે તેમજ ટિકિટ વેન્ડિંગ મશીનથી લઈ શકાશે
  • ક્લાઉડ બેઝ્‌ડ સ્માર્ટ પાર્કિંગ : પાર્કિંગ માટેની જગ્યા પણ મોબાઈલ એપથી નોંધી શકાશે અને કયું વાહન કેટલા સમય માટે મુકવાનું છે તેની માહિતી સહેલાઈથી મોબાઈલ એપમાં નોંધી શકાશે
  • ફૂડનું બૂકિંગ પણ એપ્લિકેશન દ્વારા
  • સ્માર્ટ પબ્લિક અને એમેનિટીસ (અન્ય સગવડો પ્લેટફોર્મ ઉપર વિકલાંગો માટે ઓપરેટિંગ વ્હીલ ચેર રહેશે)
  • આર્ટિફિશિયલ ઇન્ટેજીલન્સ બેસ્ડ સેફટી અને સિક્યોરીટી : પ્લેટફોર્મ ઉપર આધુનિક ટેક્‌નોલોજીથી દરેક યાત્રીઓના ડેટા કે જેઓ કેટલી વખત સ્ટેશન ઉપરથી મુસાફરી કરી તે સીસ્ટમમાં અપલોડ રહેશે અને જો કોઈ ક્રિમિનલ હશે તો તેનો ડેટા ઓટોમેટિક પોલીસને નોટિફિકેશન મોકલાશે.
  • ગ્રીન રેલ્વે સ્ટેશન : રેલવે સ્ટેશન ઉપર લાગેલ ટાઈલ્સ સામાન્ય નહીં પણ સોલાર ટાઈલ્સ હશે જેના ઉપયોગથી ઉર્જા ઉત્પન્ન થશે અને રેલવે સ્ટેશનને પાવર સપ્લાય પુરો પડાશે.
  • Other News : આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ-ટયુશન કલાસના સંચાલકો જોગ : જાહેરનામું પ્રસિદ્ધ

Related posts

રિસોર્ટમાં ઝડપાયેલ માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો…

Charotar Sandesh

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કાંસની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર

Charotar Sandesh

તા.૨૬મીના રોજ વિદ્યાનગરના કેટલાંક આ માર્ગો ઉપર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh