Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૭૦ કેસ નોંધાયા : સભા-સરઘસ પર ૧પ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

આણંદ જિલ્લામાં કોરોના

આણંદ : ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૨૨૬૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૦ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૯,૨૮૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૭.૮૫ ટકાએ પહોંચી ચુક્યો છે.

ત્યારે આણંદ જિલ્લામાં આજરોજ નવા ૭૦ નવા કેસ નોંધાયા છે, જેને લઈ આરોગ્ય તંત્રની ઉંઘ ઉડી છે. જેની સામે આજે કોરોનાથી ૧૮ લોકો સાજા થતાં તેઓને હોમ કોરેન્ટાઈન કરાયા છે.

બીજી તરફ, આણંદમાં આજે ઓમિક્રોનના નવા ૧પ કેસ નોંધાયા, જેની સામેે ૧૧ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. આણંદ જિલ્લામાં આજરોજ રસીકરણની સંખ્યા ૩૦૩૭૦ નોંધાઈ છ

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. વી. વ્યાસે સમગ્ર આણંદ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ માણસોના એકત્ર થવા પર, ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા કે પગપાળા કે વાહનમાં સવાર થઇને સરઘસ સ્વરૂપે નીકળવા પર ૧૫ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

જિલ્લાના રસ્તાઓ, ફુટપાથ, ગલીઓ અને પેટા ગલીઓનો તથા જાહેર મકાનોનો પણ ચારથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામામાંથી જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને, યથાપ્રસંગે સંબંધિત મામલતદાર તરફથી આ હુકમની અમલવારી દરમિયાન તેમના કાર્યક્ષેત્રમાં અન્ય સરઘસ યોજવાની પરવાનગી આપી હોય તેવી સભા કે સરઘસને મુકિત આપવામાં આવી છે. ઉપરાંત આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક પગલા ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્‍લામાં બપોરના સાડા ત્રણ વાગ્‍યા સુધીમાં ૨૧,૮૪૮ કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી

Related posts

આણંદ જિલ્લામાં છ જેટલા સેન્ટરો ઉપર કોરોના વેકસીન કોવીશીલ્ડ આપવાનો પ્રારંભ થયો…

Charotar Sandesh

કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ સ્ટેશન નહિ જવું પડે…

Charotar Sandesh

દાંડી યાત્રા : આણંદ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી નાપા-તળપદ ગામ જવા દાંડી યાત્રિકોએ પ્રસ્‍થાન કર્યું…

Charotar Sandesh