રૂા. ૧૨૫૦/- લેખે તમામ લાભાર્થી ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી રૂા. ૬.૯૮ કરોડ જમા
આણંદ : કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલીત આણંદની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જૂન-૨૦૨૧ મહિનાના કુલ-૫૨૬૨૧ ગંગા સ્વરૂપા બહેનોને માસિક રૂા. ૧૨૫૦/- લખે સહાય ચૂકવવામાં આવે છે જેનો આ તમામ ગંગા સ્વરૂપા બહેનોને આપી દેવામાં આવ્યો છે.
જિલ્લાની આ તમામ ગંગા સ્વરૂપા બહેનોને લાભાર્થી દીઠ રૂા. ૧૨૫૦/- લેખે કુલ રૂા. ૬,૯૮,૩૩,૭૫૦/-ની સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટી) મારફત તેમના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા હોવાનું આણંદના મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.