Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ કરી, ઉચ્ચ ડિગ્રી ધરાવતા 11 સંતો

આચાર્ય મહારાજ

Vadtal : સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 એવં મંગળવારના શુભ દિને યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા લીધી હતી. મહત્ત્વનું છે કે, ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી.

ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ 200મો કાર્તકી સમૈયો અને વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે

7થી 15 નવેમ્બર 2024 સુધી ચાલનારા આ મહોત્સવમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા-સાધના માટે શ્રીહરિકૃષ્ણ મહારાજને સમર્પિત કર્યુ છે. જેમાં ઉચ્ચ અભ્યાસ કરનારા સહિત પ્રિન્સિપાલે હરિકૃષ્ણ મહારજની સેવામાં તેમનું જીવન સમર્પિત કર્યું છે.

સંપ્રદાયમાં આ પાર્ષદ-સંતો ઉચ્ચ ડિગ્રી ધરાવે છે :

  • પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ.
  • પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ.
  • પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed. Principal) સાધુ ધરચરણદાસ.
  • પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed., Principal) સાધુ શ્રીધરચરણદાસ.
  • પાર્ષદ પ્રિયાંશુ ભગત (Soft. Eng.) સાધુ પરમચૈતન્યદાસ.
  • પાર્ષદ શ્રેય ભગત (BCA) સાધુ શ્રેયસ્વરૂપદાસ.
  • પાર્ષદ શ્રેય ભગત (BCA) સાધુ શ્રેયસ્વરૂપદાસ.
  • પાર્ષદ ધ્રુવ ભગત (B.Com) સાધુ મૂર્તિજીવનદાસ.
  • પાર્ષદ પ્રિયંક ભગત (B.Com) હવે સાધુ પ્રબોધજીવનદાસ.
  • પાર્ષદ હિતાર્થ ભગત (BBA) સાધુ હરિદેવચરણદાસ.
  • પાર્ષદ જેનીશ ભગત (12 Sci.) સાધુ જયતીર્થદાસ.

Other News : ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૨-૧૧-૨૦૨૪, સોમવાર

Related posts

આણંદ પાલિકા દ્વારા રસ્તાઓના ખાડા પૂરવાની કવાયત શરૂ : રોડ કમિટી ચેરમેને આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Charotar Sandesh

ડાકોર રણછોડરાય મંદિર મેનજમેન્ટે કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડમાં ૨૮ કિલો સોનાનું કર્યું રોકાણ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની પરિણામ બાદ કહી ખુશી કહી ગમ : આ ગામોમાં તો માત્ર ૩ વોટથી વિજય થયો

Charotar Sandesh