ન્યુ દિલ્હી : બ્રિટનથી ભારત આવનારા લોકો પર નવા નિયમો હેઠળ કડકાઇ શરૂ થઇ ગઇ છે. સોમવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલા ૭૦૦ લોકોને ફરજિયાત ૧૦ દિવસના ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવ્યા હતા. આ પહેલાં તે તમામ લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવી હતી. જે હેઠળ બ્રિટનથી આવતા પ્રવાસીઓને ૧૦ દિવસના ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
નવા નિયમો રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે બપોર સુધી યુકેથી ત્રણ ફ્લાઇટ આઇજીઆઇ એરપોર્ટ પર પહોંચી છે. તેમાંથી ૭૦૦ મુસાફરો ઉતર્યા છે. આમાં ભારતીયો ઉપરાંત મોટી સંખ્યામાં બ્રિટીશ નાગરિકો પણ છે. નવા નિયમો અનુસાર બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે ભારત આવતાં જ આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો જરૂરી રહેશે. ઉપરાંત એરપોર્ટ પર પણ એક વખત ટેસ્ટ થશે. એટલું જ નહીં, ૧૦ દિવસનું ક્વોરન્ટાઇન પૂરું થયા બાદ ફરી RTPCR ટેસ્ટ કરાવવું પડશે.
અધિકારીએ જણાવ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા માટે દિલ્હી સરકારની એક ટીમ એરપોર્ટ પર મૂકવામાં આવી છે. આ ટીમ મુસાફરોના સરનામા વગેરેની માહિતી મેળવે છે અને તેઓ દિલ્હીમાં ક્યાં જઇ રહ્યાં છે અને ક્યાં રોકાશે તેની પણ માહિતી મેળવે છે.
ઉપરાંત એક ટીમ ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવા માટે મૂકવામાં આવી છે. બ્રિટિશ સરકારે હજુ સુધી ભારતમાં અપાતા કોરોના વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી નથી. આને કારણે ભારતમાં રસી લીધી હોવા છતાં તેને યુકેમાં અનવેક્સિનેટેડ મનાય છે. આને કારણે ભારતના લોકોને ત્યાં ક્વોરન્ટાઇન વગેરે નિયમોનું પાલન કરવું પડે છે.
Other News : દેશના ૧૯ રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ સ્તરે : પેટ્રોલ ૧૦૦ રુપિયાને પાર