Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આજે SP યુનિ.નો ૬૫મો પદવીદાન સમારંભ યોજાશે : આ માર્ગો ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

સરદાર પટેલ

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૫મો વાર્ષીક પદવીદાન સમારંભ આજે તા.૧૫મીના રોજ સવારના ૧૧ ક્લાકે યુનિ.ની હ્યુમેનીટીઝ બિલ્ડિંગના પ્રાંગણમા રાજયપાલશ્રી અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે.

સરદાર પટેલ

આ પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપ તિ અન ઇન્ટરનેશનલ લૉ કમીશન યુ.એન. ના સભ્ય પ્રોફેસર, ડૉ. બિમલ.એન.પટેલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંબોધશે.આપ દવીદાન સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૧૮૧૭૩ વિદ્યાર્થીઓને પદવી ડીગ્રી એનાયત કરવામાં આવશે.

યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૮ સુવર્ણચંદ્રકો/ગોલ્ડપ્લેટેડ મેડલ અનાયત કરવામાં આવશે

સરદાર પટેલ યુનિવર્સિટીના કંપમા વાર્ષીક પદવીદાન સમારોહમાં ૧૫મીના રોજ રાજયપ લ આચાર્ય દેવવ્રતજી ધારનાર છે, જેને અનુલક્ષી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે મળેલ સત્તાની રૂઇએ તા.૧૫મીના રોજ વિદ્યાનગરના કેટલાંક માર્ગો ઉપર સવારના ૯થી સાંજના ૪ કલાક સુધી વાહનોની અવર-જવર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો. છે.વિદ્યાનગરના જે માર્ગો ઉપર અવર-જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે.

તેમાં કુલપતિના બંગલા આગળ યુનિ.સર્કલ ચોકડીથી યુનિ.ઓફીસ તરફનો રસ્તો, બી.જે.વી.એમ. કોલેજથી ભાઇકાકા લાઇબ્રેરીનો રસ્તો, વિદ્યાનગર મોટા બજારથી શાસ્ત્રી મેદાન તરફની રસ્તો અને વિદ્યાનગર પોલીટેકનીક કોલેજથી શાસ્ત્રી મેદાન તરફ જવાના રસ્તાની સમાવેશ થાય છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Other News : ટ્રાફિક સમસ્યાને હલ કરવા ગણેશચોકડી વિસ્તારમાં રૂ.૧૪૩ કરોડના ખર્ચે ફલાયઓવર બનાવાશે : જુઓ બ્રિજનો નકશો

Related posts

આણંદ નજીક ગમખ્વાર અકસ્માત : ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાતા ૩ લોકોના ઘટનાસ્થળે મોત

Charotar Sandesh

નડિયાદ રેલવે ખાતે GRPના ત્રાસથી વિદ્યાર્થીઓ પરેશાન : ક્રોસિંગ અને ટિકિટની ચકાસણીમાં પડાવી રહ્યા નાણાં

Charotar Sandesh

સમગ્ર આણંદ જિલ્‍લામાં લાગુ કરાયેલ હથિયારબંધી તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્‍યો કરવા ઉપર મનાઇ

Charotar Sandesh