Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૭૪ ટકા વરસાદ નોંધાયો : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

વરસાદ

ગાંધીનગર : ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં ૧૮થી ૨૧ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે

ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. જે મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને ૪૮ કલાકમાં નબળું થતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે. આ પાંચ દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. તેમાં પણ સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂર આવ્યું હતું. જેમાં અનેક ગામડાઓમાં પૂરના પાણીમાં લોકોની ઘરવખરી તથા પશુધનને નુકસાન પહોંચ્યું હતું. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મુલાકાત લીધી હતી.

Other News : કોરોના કેસ ફરી વધ્યા ! ગુજરાતના આ શહેરોમાં જોવા મળ્યા કેસો

Related posts

સરકારે ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર લગાવ્યો પ્રતિબંધ…

Charotar Sandesh

ખેતરમાં વીજળી પડતા કપાસનો પાક બળી જતા ખેડૂતે કર્યો આપઘાત, પરિવારમાં શોક

Charotar Sandesh

૫૨ ગજની ધજા લઇ અંબાજી જવા પગપાળા સંઘનો પ્રારંભ…

Charotar Sandesh