Charotar Sandesh
ઈન્ડિયા

દેવ દિવાળી પર ૧૦ લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્‌યા કાશીના ૮૪ ઘાટ

દેવ દિવાળી

લખનૌ : આજે કારતક પૂર્ણિમાના દિવસે મહાદેવની નગરી કાશીમાં દેવ દિવાળીનું ભવ્ય આયોજન કરાયું. ગંગાના કિનારે ૮૪ ઘાટ પર ૧૦ લાખ દીવા પ્રગટાવ્યા હતા.

જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રાજ્યની યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગંગાના કિનારે ૮૪ ઘાટ પર ૧૦ લાખ દીવાઓ પ્રગટાવ્યા હતા, જ્યારે જનભાગીદારી સાથે લગભગ ૧૧ લાખ દીવાઓ પ્રગટાવ્યા હતા. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો.

ત્રિપુરાસુરના વધની ખુશીમાં, દેવતાઓએ કાશીમાં દીવાઓ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી અને તેથી જ Kashiમાં દર વર્ષે કારતક માસની પૂર્ણિમાએ દેવ દીપાવલી ઉજવવામાં આવે છે

દિવાળીના અવસર પર ગંગાના પશ્ચિમ કિનારે આવેલા ૮૪ ઘાટો પર લગભગ આઠ લાખ દીવાઓ પ્રગટાવ્યા છે. આ સાથે પૂર્વ કિનારો પણ લગભગ બે લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્‌યો છે.

Other News : વંદે ભારત એક્સપ્રેસે આણંદમાં મહિલાને અડફેટે લીધી : ૩૪ દિવસમાં ટ્રેનનો ચોથો અકસ્માત, જુઓ વિગત

Related posts

કોણ બનશે કોંગ્રેસના નવા અધ્યક્ષ ? ૧૭ ઓક્ટોબરે ચૂંટણી, જુઓ સંપૂર્ણ વિગત

Charotar Sandesh

ભારતમાં વાઘની ગણતરીએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, ૭૦૦થી વધુ વસ્તી વધી…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૨૦ જૂને ગરીબ કલ્યાણ રોજગારી સ્કીમ લોન્ચ કરશે…

Charotar Sandesh