Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ તાલુકાના ગાના પ્રાથમિક શાળામાં ૭૪મા સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

પ્રાથમિક શાળા ગાના

આણંદ : તાલુકાના પ્રાથમિક શાળા ગાનામાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

જેમાં રોટરી ક્લબ વલ્લભ વિદ્યાનગરના પ્રમુખ ભાસ્કરભાઈ ભટ્ટ, રોટરી ક્લબ વલ્લભ વિદ્યાનગરના સભ્ય સુધાન્સુ શ્રીવાસ્તવ, તાલુકા પંચાયત સભ્ય નીલેશભાઈ પટેલ, સરપંચ ગાના, એસએમસી ગાના અધ્યક્ષ સંજયભાઈ પરમાર, શાળાના ઉત્સાહી આચાર્ય હિતેશભાઈ પરમાર, ગામના અગ્રણી કાર્યકર તથા દાતા હસમુખભાઈ મણીભાઈ પટેલ તથા તેમના સ્વજનો મણીબેન ડાહ્યાભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ સંજયભાઈ શિવાભાઈ પરમાર તથા તમામ સભ્યો, તમામ આંગણવાડી કાર્યકર મિત્રો તમામ ગ્રામજનોના સહકારથી અતિ ભવ્ય ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

જેમાં રોટરી ક્લબ વલ્લભ વિદ્યાનગરના પ્રમુખ ભાસ્કરભાઈ ભટ્ટ વાલીસમલેનમાં શાળાની તમામ કામગીરી જોઈ પ્રાથમિક શાળા ગાનાના આચાર્ય તથા તમામ સ્ટાફ મિત્રોને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સ્વચ્છતા માટે, બાળકોની સાચી કેળવણી કરવા બદલ અભિનંદન આપ્યા.

સાથે સાથે શાળા ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રા.શાળા ગાનાને સંપૂર્ણ રીતે વિકાસ કરવા તરફ દત્તક લીધાની જાહેરાત કરી

તથા પુસ્તક સ્ટેન્ડ પણ આપવામાં આવ્યા, સ્વચ્છતા કીટ આપવામાં આવી. અંતે પ્રાથમિક શાળા ગાનાના આચાર્ય હિતેશભાઈ એ સૌની આભારવિધિ કરી કાર્યક્રમને અંતિમ ઓપ આપ્યો.

  • Jignesh Patel, Anand

Other News : આણંદ ખાતે ૭૫મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉત્‍સાહભેર ઉજવણી : જિલ્‍લાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું

Related posts

આણંદના BAPS સ્વામિનારાયણ મંદિરે પરંપરા અનુસાર ઠાકોરજીને અન્નકૂટ…

Charotar Sandesh

દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું થયું ફરજીયાત…

Charotar Sandesh

આણંદમાં ૧૭મી રથયાત્રાના રૂટ સમયમાં ફેરફાર કરાયો : તૈયારીઓ પૂર્ણ

Charotar Sandesh