Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકન એરલાઇન્સે બોઇંગ ૭૩૭ મેક્સની ઉડાન પર લગાવી રોક

અમેરિકન એરલાઇન્સે રવિવારે બોઇંગ ૭૩૭ મેક્સની ઉડાનને ઓગસ્ટના મધ્ય સુધી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી છે. જા કે એરલાઇન્સ બોઇંગ અને અમેરિકી સંઘીય વિમાનન પ્રશાસન (એફએએ) દ્વારા વિમાનના કંટ્રોલ સિસ્ટમ ઠીક થવાની રાહ જાઇ રÌšં છે. આ સિસ્ટમના કારણે પાંચ મહીનાની અંદરના ટૂંકા ગાળામાં બે મોટી વિમાન દૂર્ઘટના ઘટી હતી.
વિમાનને રદ્દ કરવાના નિર્ણયના કારણે ૧૯ ઓગસ્ટ સુધી રોજની ૧૧૫ વિમાન સેવા પ્રભાવિત થશે. એરલાઇન્સને લખેલા એક પત્રમાં જણાવાયું છે કે ગરમીની યાત્રાના મોસમમાં આ પગલું ગ્રાહકોમાં વિશ્વાસ બનાવી રાખવા માટે લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને બોઇંગ ૭૩૭ મેક્સની સેવાઓ પર દુનિયાભરમાં રોક લગવામાં આવી હતી.
આવું ઇથોપિયા વિમાન દૂર્ઘટના બાદ થયું. ઇથોપિયા વિમાન દૂર્ઘટના પહેલા ઇન્ડોનેશિયામાં પણ લાયન એરનું બોઇંગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ બંને દૂર્ઘટનામાં ૩૪૬ લોકોના મોત નિપજ્યાં હતા. બોઇંગના સોફ્ટવેરમાં ખરાબીના કારણે આ દૂર્ઘટના ઘટી. જા આ દૂર્ઘટના બાદ કેટલાક વિમાનના પાઇલટોએ પણ બોઇંગની આ સિસ્ટમ અંગે ફરિયાદ કરી હતી.

Related posts

કોરોના વાયરસ સીઝનલ નથીઃ ડબલ્યુએચઓની ગંભીર ચેતવણી…

Charotar Sandesh

નાગરિકતા કાયદો : અમેરિકાએ તાબડતોડ જાહેર કર્યુ ‘ટ્રાવેલ એલર્ટ’

Charotar Sandesh

કેલિફોર્નિયામાં ફૂટબોલ મેચ જોવા ગયેલા લોકો પર ફાયરિંગ : ૪ લોકોના મોત…

Charotar Sandesh