Charotar Sandesh
ઈન્ડિયા

અજિત પવારે ઘોર પાપ કર્યું છે, મહારાષ્ટ્રના મતદારો સાથે દગો કર્યો : સંજય રાઉત

અજીત પવારે કાકા શરદ પવાર સાથે વિશ્વાસઘાત કર્યો…

મુંબઇ : રાજકારણમાં ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે તે કહેવત આજે ફરી એક વાર સત્ય સાબિત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકારણમાં તખ્તાપલટ થઈ ગયું છે. ભાજપે એનસીપી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી દીધી છે. બીજી તરફ સરકાર બનાવવાની પૂર્ણ તૈયારીઓ કરી ચૂકેલી શિવસેના અને કોંગ્રેસ આ ઘટનાને પોતાની સાથે કરેલો વિશ્વાસઘાત ગણાવે છે. તેમણે કહ્યું કે અજીત પવારે અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે.
સંજય રાવતે કહ્યું કે, અજીત પવારે, શરદ પવાર અને મહારાષ્ટ્રની સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે જેલ જવાથી બચવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર ‘પાપના સોદાગર’ ગણાવતું એક ટ્‌વીટ કરીને તેમના પર હુમલો કર્યો છે.
ભાજપ સરકારે લોકોને આમંત્રિત કરીને શપથ ગ્રહણ વિધી કેમ ન કરી. તે લોકોએ પાપ કર્યું છે, ચોરી કરી છે, મહારાષ્ટ્રની જનતાને દગો આપ્યો છે. તેમણે આની કિંમત ચુકવવી પડશે.

Related posts

મોદી વિરૂદ્ધ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

Charotar Sandesh

રાહુલ ગાંધી ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષ બનશે…!!

Charotar Sandesh

દેશમાં મોટા પાયે લોકડાઉન નહીં લાગે : નાણામંત્રી નિર્મલા સીતારામણ

Charotar Sandesh