Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં તોફાનો વકરે તો ૩ દિવસ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા પોલીસને સત્તા અપાઇ…

નાગરિકતા કાયદામાં થયેલી હિંસા ગુજરાતમાં પણ પ્રસરી…

ગાંધીનગર : ગુજરાતમાં ઓગસ્ટ,૨૦૧૫ના પાટીદાર આંદોલન બાદ હવે ફરીથી ઇન્ટરનેટ પર પ્રતિબંધના દિવસો વપરાશકારોએ જોવા પડે તેમ છે. કેમ કે સંશોધિત નાગરિકતા કાયદો-સીએએ-ની સામે રાજ્યમાં ગઇકાલે ગુરૂવારે અમદાવાદ અને અન્યત્ર હિંસક વિરોધની શરૂઆત થતાં અને હિંસાને ભડકાવવામાં મોબાઇલ સોશ્યલ મિડિયાની વરવી ભૂમિકા પોલીસ તપાસમાં બહાર આવતાં સરકારે પોલીસ વિભાગને જાહેર હિતમાં અને લોકોની જાહેર સલામતી માટે જરૂર પડે તો ૨૦થી ૨૨ ડિસે.એમ ૩ દિવસ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપી છે.

સૂત્રોએ કહ્યું કે અમદાવાદ અને વડોદરામાં હિંસક પ્રદર્શન બાદ સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે રાજ્યમાં ૩ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે. એટલે કે ગુજરાતમાં ૩ દિવસ માટે ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ શકે છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તકેદારીના ભાદ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

સૂત્રોએ વધુમાં કહ્યું કે, રાજ્યના ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અફવાહો ન ફેલાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે તેમ છે. જો રાજ્યમાં ઝ્રછછના વિરોધને લઇ કાયદો વ્યવસ્થા કથળશે તો આ નિર્ણય લેવામાં આવી શકે છે.

ADGP કક્ષાના અધિકારીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આ અંદેનો નિર્ણય કરવાની ગૃહ વિભાગે સત્તા આપી છે.
અમદાવાદનાં શાહઆલમ અને વડોદરામાં થયેલ હિંસક પ્રદર્શન બાદ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં અફવાહ ન ફેલાય તેમજ સામાન્ય નાગરીક પર તેની માઠી અસર ન પડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન અવારનવાર રાજ્યમાં તેમજ વિવિધ શહેરોમાં હિંસા ન ફેલાય તે માટે ઇન્ટરનેટ થોડાક દિવસો સુધી સેવા બંધ કરવામાં આવી હતી. દરમ્યાનમાં એમ મનાય છે કે લોકોમાં દહેશત ફેલાવવા માટે અને કોઇ આંદોલનમાં ભાગ ન લે તે માટે આવું પગલું લેવાની ચીમકી આપવામાં આવી હોવાનું મનાય છે.

Related posts

સતત બીજા દિવસે શામળાજી-ઉદયપુર નેશનલ હાઇવે બંધ, હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો

Charotar Sandesh

આજ સાંજથી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડશે

Charotar Sandesh

૫૦ વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય…

Charotar Sandesh