Charotar Sandesh
ઈન્ડિયા

ભારત એ કોઈ ધર્મશાળા નથી, આર્થિક મંદીથી ધ્યાન ભટકાવવા આ રમત રમી : રાજ ઠાકરે

શિવસેના-ભાજપે જનતાની ભાવનાનું અપમાન કર્યું…

પૂના : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેએ નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે જો સરકારે આવું જ કરવાનુ હતું તો આધારનું નાટક કેમ કર્યુ? રાજ ઠાકરેએ આક્ષેપ કર્યા કે દેશમાં આટલી જનસંખ્યા છે તો બહારથી બીજા લોકોને લાવવાની શું જરૂર છે?

પૂનામાં મીડિયાને સંબોધિત કરતા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું કે, શિવસેના-ભાજપે જનતાની ભાવનાનું અપમાન કર્યું છે. શિવસેના દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવવા યોગ્ય નથી.

તેઓએ કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી, દેશના નાગરિકોનું ધ્યાન નથી રખાતું અને બહારથી લોકોને લાવવામાં આવે છે. જો કે રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ. રાજ ઠાકરેએ અમિત શાહ પર વ્યંગ કરતા કહ્યું કે તેઓએ આર્થિક મંદીથી ધ્યાન ભટકાવવા આ રમત રમી.

તેઓએ કહ્યું કે વર્તમાન સ્થિતિથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે સરકાર સીએએ લાવ્યા અને તેમાં તેઓને સફળતા પણ મળી છે. મનસે પ્રમુખ હિંસક પ્રદર્શન કરનારાઓ પણ વરસ્યા અને કહ્યું કે માનવતાના નામે આ રીતે રસ્તાઓ પર નીકળી પડવું યોગ્ય નથી. છેલ્લાં ઘણાં સમયથી રાજ ઠાકરે ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે.

Related posts

કોવેક્સિનના થર્ડ ફેઝ ટ્રાયલનું પરિણામ જાહેર, ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ ૬૫.૨ ટકા અસરકારક…

Charotar Sandesh

ઑક્ટોબરમાં બીજી બેંચના વધુ પાંચ રાફેલ ભારત પહોંચશે : પૂર્વી સરહદની સુરક્ષા કરશે…

Charotar Sandesh

દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો : રેકોર્ડ ૧.૬૯ લાખ નવા સંક્રમિત…

Charotar Sandesh