મુંબઈ : નવા વર્ષની શરૂઆત બોલિવૂડ સેલેબ્સે પાર્ટી અને વેકેશન ઇન્જોય કરીને કરી છે. પરંતુ સારા અલી ખાને હંમેશાંની જેમ જ એકદમ અલગ અંદાજમાં શુભકામનાઓ આપી છે. સારાએ પોતાના વેકેશન દરમ્યાન લીધેલ ફોટો સાથે ફેન્સને ન્યૂ યર વિશ કર્યું છે. આ બધા ફોટો તેણે મંદિર, ગુરુદ્વારા, ચર્ચ અને મસ્જિદની બહાર પડાવ્યા છે.
સારા અલી ખાને ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે દેખાઈ હતી. ૨૦૨૦માં સારા બે ફિલ્મોમાં દેખાશે. વરુણ ધવન સાથે ‘ફૂલી નંબર ૧’માં અને કાર્તિક આર્યન સાથે ‘લવ આજ કલ ૨’માં જોવા મળશે.