કોઈ પણ ભારતીય સંશોધિત નાગરિકતા કાયદાના કારણે પોતાની નાગરિકતા નહીં ગુમાવે…
ન્યુ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શનોને મોટાભાગે રાજકીય કરાર કર્યા અને કહ્યું કે કોઈ પણ ભારતીય આ કાયદાના કારણે પોતાની નાગરિકતા નહીં ગુમાવે. અમિત શાહે કૉંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સીએએમાં એક પણ આવી જોગવાઈ બતાવવાનો પડકાર આપ્યો જેમાં કોઈની ભારતીય નાગરિકતા છીનવાઈ રહી હોય.
અમિત શાહે એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યું કે, હું એ વાતથી સહમત છું કે મોટાભાગના રાજકીય પ્રદર્શન છે. કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયા છે પરંતુ અમે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગૃહ મંત્રીએ કહ્યું કે, સીએએ હેઠળ સરકાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ઉત્પીડિત લઘુમતીઓને નાગરિકતા આપવા માંગે છે. તેઓએ કહ્યું કે, હું સ્પષ્ટપણે કહેવા માંગું છું કે સીએએમાં એવી જોઈ જોગવાઈ નથી જેના કારણે કોઈની નાગરિકતા છીનવાઈ શકે છે. ગૃહ મંત્રીએ કહ્યું કે આ ત્રણેય દેશોના શરણાર્થીઓને નાગરિકતા આપે છે.
શાહે વધુમાં કહ્યું કે, હું દૃઢતાથી કહું છું કે આ શરણાર્થી ભાઈ, જે ભારત આવ્યા છે, આપણા છે અને ભારતમાં સન્માનિત સ્થાન પ્રદાન કરવું ભારત સરકારની જવાબદારી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વસ્તીગણતરી ૨૦૨૧ અને એનઆરસી કે એનપીઆર સાથે કોઈ લેવા-દેવા નથી.
તેઓએ કહ્યું કે, વસ્તીગણતરી અને એનપીઆર દેશમાં દર દસ વર્ષે થાય છે અને આ વખતે પણ તે દસ વર્ષ બાદ થઈ રહ્યું છે. કૉંગ્રેસે આ વારંવાર કર્યું અને આજે તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીના સંબંધમાં એક સવાલના જવાબમાં શાહે કહ્યું કે, બિહારમાં અમે નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું, તેમાં કોઈ ભ્રમ નથી.